Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પૂર્વી ક્ષેત્રને સ્ટીલ કેન્દ્ર બનાવવા મિશન પૂર્વોદયની કરી શરૂઆત 

Live TV

X
  • કોલકાતામાં મિશન પૂર્વોદય મિશનનું ઉદ્ઘાટન કરતાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પૂર્વી ભારતમાં એકીકૃત સ્ટીલ કેન્દ્રની સ્થાપના દ્વારા વિકાસને વેગ આપવાનો છે.

    આ મિશન ભારતમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સ્થાપિત કરવા સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને વેગ આપશે. પૂર્વી ભારતને અમર્યાદિત તકોનો પ્રદેશ ગણાવતાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો હોવા છતાં પણ દેશના અન્ય ભાગોની તુલનામાં આ ક્ષેત્રને સામાજિક-આર્થિક વિકાસમાં અવગણવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સ્ટીલ ક્ષેત્રમાં મિશન પરિપૂર્ણતા સાથે ઇન્ટિગ્રેટેડ સ્ટીલ સેન્ટર દ્વારા સ્ટીલ ક્ષેત્રના વિકાસને વેગ આપીને પૂર્વ ભારતના ઉદય માટે એક નવો અધ્યાય લખવામાં આવશે.

    કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે પૂર્વી ક્ષેત્રમાં દેશની સ્ટીલ ઉત્પાદન ક્ષમતામાં 75 ટકાનો વધારો થવાની સંભાવના છે. આ કાર્યક્રમ દ્વારા સરકાર લોજિસ્ટિક્સ અને માળખાગત ઉપયોગિતામાં પરિવર્તન લાવવા માંગે છે જે પૂર્વી ક્ષેત્રમાં સામાજિક-આર્થિક દૃશ્ય બદલી શકે છે. મિશન અંતર્ગત લેવામાં આવેલા પગલાઓ રોજગારની નવી તકો પૂરી પાડશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply