Skip to main content
Settings Settings for Dark

ડીજીટલ ટેક્સ વધારવા પર G-20 દેશોની સહમતિ, ભારતે પણ રાખ્યો મજબૂત પક્ષ

Live TV

X
  • દિગ્ગજ ઈન્ટરનેટ કંપનીઓ પર ડીજીટલ ટેક્સ લગાડવા ઉભી કરાશે ખાસ સિસ્ટમ

    જાપાનમાં G-20 સમૂહના દેશો ઈન્ટરનેટ દિગ્ગજો પર ડીજીટલ ટેક્સ વધારવા પર સહમત થયા છે.જાપાનના ફુકુઓકામાં શરૂ થયેલા બે દિવસીય સંમેલનમાં ગ્રુપના તમામ સભ્ય દેશોએ આ મુદ્દે એકમત વ્યક્ત કર્યો હતો..જેમાં ગૂગલ અને ફેસબુક જેવી દિગ્ગજ ઈન્ટરનેટ કંપનીઓ પર ડીજીટલ ટેક્સ લગાડવા પર એક ગ્લોબલ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે,જોકે હજુ તેને કઈ રીતે સિસ્ટમ બનાવવી તે અંગે હજુ સભ્ય દેશોમાં સહમતિ નથી બની..ભારત તરફથી નાણામંત્રી નિર્મલા સિતારમણે આ બેઠકમાં ભાગ લીધો હતો..બેઠક દરમિયાન સિતારમણે ટેક્સ ચોરીને રોકવા માટે સરકાર દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી અને હાલમાં થઈ રહેલા પ્રયાસોને મજબૂતી સાથે રજૂ કર્યા હતા.નાણામંત્રીએ ગ્લોબલી ફેયર, સસ્ટેનેબલ એન્ડ મોર્ડન ઈન્ટરનેશનલ ટેક્સેશન સિસ્ટરમ મુદ્દે ભારતનો પક્ષ રજૂ કર્યો હતો..G-20 દેશોનું માનવુ છે કે દિગ્ગજ ઈન્ટરનેટ કંપનીઓ આયરલેન્ડ જેવા દેશોમાં ખૂબ જ ઓછા ટેક્સના નિયમનો ફાયદો ઉઠાવી રહી છે.અને જે દેશોમાં વધારે કમાણી કરે છે તે દેશોમાં યોગ્ય ટેક્સની ભરપાઈ નથી કરી રહી..જેથી G-20ના સભ્ય દેશોએ આવી કંપનીઓ પર ડીજીટલ ટેક્સમાં એકરૂપતા લાવવા માટે એક સિસ્ટમ ઉભી કરવાની જવાબદારી ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટને આપી છે.


     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
apply