Skip to main content
Settings Settings for Dark

બીએસઇ(BSE) સેન્સેક્સમાં 489 પોઇન્ટનો ઉછાળો

Live TV

X
  • નિફ્ટી 50માં 140 પૉઇન્ટનો વધારો

    શેરબજારોમાં આજે તેજી જોવા મળી હતી. ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ પાંચસો પૉઇન્ટ ઉછળ્યો હતો. જોકે કામકાજના અંતે બીએસઇ સેન્સેક્સમાં 489 પૉઇન્ટનો અથવા તો 1.25 ટકાનો ઊછાળો આવ્યો હતો અને 39,601ની સપાટીએ તે બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 50, 140 પૉઇન્ટના વધારા સાથે 11,831ની સપાટીએ બંધ રહ્યો હતો. તેમાં 1.20 ટકાનો ઊછાળો નોંધાયો હતો. નિફ્ટી 50માં સૌથી વધુ ઊછાળો યસ બૅન્કમાં જોવા મળ્યો હતો. સ્મૉલ કેપમાં જેટ ઍરવેઝના શૅર સૌથી વધુ વધ્યા હતા.એનસીએલટીના સંભવિત આદેશના પગલે  જેટ ઍરવેઝના શૅરમાં ઉછાળો જોવા મળ્યો હતો.  અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપના રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ કેપિટલના શૅરો અનુક્રમે 35 અને 28 ટકા વધ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply