Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સમાં 178 પોઈન્ટનો ઊછાળો

Live TV

X
  • ભારતીય શૅરબજારોમાં બે દિવસ મંદી રહ્યા પછી આજે તેજી પાછી ફરી છે. બૅન્ચમાર્ક ઇન્ડાઇસીસ આજે દિવસની ઉચ્ચ સપાટીએ બંધ રહ્યા હતા.

    ભારતીય શૅરબજારોમાં બે દિવસ મંદી રહ્યા પછી આજે તેજી પાછી ફરી છે. બૅન્ચમાર્ક ઇન્ડાઇસીસ આજે દિવસની ઉચ્ચ સપાટીએ બંધ રહ્યા હતા. નિફ્ટી 11 હજાર 666ની સપાટીએ બંધ રહ્યો હતો. દિવસના અંતે, સેન્સેક્સ 38 હજાર 862ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ, સેન્સેક્સમાં 178 પૉઇન્ટનો ઊછાળો રહ્યો હતો. નિફ્ટીમાં 68 પૉઇન્ટનો ઊછાળો નોંધાયો હતો. અંદાજે 1,500 શૅરોમાં લેવાલી જોવા મળી હતી. 1,048 શૅરોમાં વેચવાલી જોવા મળી હતી. 165 શૅરો યથાવત્ રહ્યા હતા. ટાટા સ્ટીલ, અલ્ટ્રા ટૅક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ અને વેંદાતા નિફ્ટીમાં મુખ્ય લાભકર્તા શૅરો હતા. પાવરગ્રિડ કૉર્પ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રિઝ, એસબીઆઈ, ઝી એન્ટરટેઇનમેન્ટ, અને હીરો મૉટરકૉર્પના શૅરોમાં આજે ઘટાડાનું વલણ જોવા મળ્યું હતું. શૅરબજાર નિષ્ણાતોના અનુમાન પ્રમાણે, લોકસભા ચૂંટણીના પરિણામ સુધી આ પ્રકારની ચંચળતા જોવા મળી શકે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
apply