સેન્સેક્સ ઐતિહાસિક સપાટીઓ વટાવી 41000 ને પાર
Live TV
-
બીજી તરફ નિફ્ટીમાં 50 અંકોની તેજી
અઠવાડિયાના બીજા દિવસે ભારતીય શેરબજારને વૈશ્વિક સ્તર પર મજૂબતીના સંકેતનો ફાયદો મળ્યો અને સેન્સેક્સ 41 હજારના જાદુઇ આંકડાને પાર કરી દીધો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અંદાજે 200 પોઇન્ટની તેજી સાથે 41,100થી આગળ જોવા મળ્યો અને 41,120 પોઇન્ટના રેકોર્ડ સ્તર પર પહોંચ્યું. બીજી તરફ નિફ્ટીમાં 50 અંકોની તેજી સાથે 12,125 ના સ્તર પર કારોબાર કરતુ જોવા મળ્યું.