Skip to main content
Settings Settings for Dark

1 ઓક્ટોબરથી લોન થશે વધુ સસ્તી, RBIનો પરિપત્ર

Live TV

X
  • રેપો રેટને વ્યાજ દર સાથે જોડ્યા પછીનો સીધો ફાયદો ગ્રાહકોને મળશે

    ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બેંકોને બધી લોન રેપો રેટ સાથે જોડવાનો નિર્દેશ આપ્યો છે.હોમ લોન, પર્સનલ લોન, રિટેલ લોન અને એમએસએમઈ ક્ષેત્રની તમામ નવી લોન હવે બાહ્ય બેંચમાર્ક સાથે જોડાઈ જશે. આનાથી લેનારાઓને ફાયદો થશે. જો કે, પહેલાથી ચાલી રહેલી લોનને ત્યાં સુધી એમસીએલઆર, બેઝ રેટ અથવા બીપીએલઆરની જૂની રીત સાથે જોડવામાં આવશે. જ્યાં સુધી તેમની મરામત કરવામાં નહીં આવે. બેંકો કોઈપણ પ્રકારના બેંચમાર્ક પસંદ કરવા માટે સ્વતંત્ર છે.

    જાણો કઈ રીતે થશે ફાયદો?
    રેપો રેટને વ્યાજ દરની સાથે લિંકિંગની વ્યવસ્થા લાગૂ કરવાથી ગ્રાહકોને સીધો ફાયદો મળશે, કેમકે આગળથી જ્યારે જ્યારે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા રેપો રેટમાં ઘટાડો કરશે તેમ તેમ તમામ બેંકોને વ્યાજ દરોમાં ઘટાડો કરવો પડશે. ઑટો લોન અને હોમ લોન સહિત અન્ય લોનની EMIમાં ઘટાડો થશે.એટલુ જ નહી, રેપો રેટથી લોનની લિકિંગ કરવાની વ્યવસ્થા લાગૂ કરવાથી સિસ્ટમમાં પહેલાથી વધારે પારદર્શી બનશે. તમામ લોન લેનારા વ્યક્તિને વ્યાજ દર વિશે ખબર પડશે. બેંક શું નફો લઇ રહી છે, તે વિશે પણ જાણકારી મળશે. આ સિવાય ગ્રાહક બેંકોની લોનની વ્યાજ દરોની પણ સરખામણી કરી શકશે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
apply