Skip to main content
Settings Settings for Dark

NEFT પર જાન્યુઆરી-2020થી ચાર્જીસ લાગશે નહીં, RBIએ બેન્કોને નિર્દેશ આપ્યા

Live TV

X
  • NEFT મારફતે ફંડ ટ્રાન્સફર કરવાથી એક રૂપિયા 25 રૂપિયા સુધીનો ચાર્જ લાગે છે

    હવે ઓનલાઈન ફંડ ટ્રાન્સફર કરતા ખાતાધારકો માટે ખુશખબર છે..હવે NEFT પર ફંડ ટ્રાન્સ્ફર કરવાનો ચાર્જ નહી લાગે..RBIએ બેન્કોને નિર્દેશ આપ્યો છે કે જાન્યુઆરી,2020 થી નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT)અંગે બચત ખાતાધારકો પાસેથી કોઈ જ ચાર્જ વસુલ કરવામાં ન આવે. ડિજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી RBI એ શુક્રવારે આ નિર્દેશો જારી કર્યા હતા.RBIએ તમામ અધિકૃત પેમેન્ટ સિસ્ટમ્સને નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ફાસ્ટેગથી લિંગ કરવાની મંજૂરી પણ આપી છે. ફાસ્ટેગનો ઉપયોગ હવે પાર્કિંગ ચાર્જીસની ચુકવણી કરવા તથા પેટ્રોલ પંપ પર પણ કરવામાં આવી શકે છે.RBI એ જણાવ્યું હતું કે ઓક્ટોબર, 2018 થી સપ્ટેમ્બર, 2019 સુધી નોન કેશ રિટેલ પેમેન્ટમાં ડિજીટલ પેમેન્ટની 96 ટકા હિસ્સેદારી રહી છે. આ સમયગાળા દરમિયાન રૂપિયા 252 કરોડના મૂલ્યના NEFT અને 874 કરોડના UPI ટ્રાન્ઝેક્શન થયા.ICICI સહિત કેટલીક બેન્ક ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ એપથી NEFT પર ચાર્જીસ વસુલ કરતી નથી, ફક્ત શાખાથી ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગે છે. SBI એ પણ જુલાઈમાં નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ તથ યોનો મારફતે NEFT ચાર્જીસ ખતમ કર્યા હતા. આ સાથે શાખાથી NEFT પર ચાર્જ 20 ટકા સુધી ઘટાડ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
apply