Skip to main content
Settings Settings for Dark

સેન્સેક્સમાં 600, નિફ્ટીમાં 190 પોઈન્ટનો ઘટાડો; તમામ સેક્ટર નેગેટિવ

Live TV

X
  • વિશ્વના મોટા ભાગના વિકસિત દેશોની રીઝર્વ બેંકોમાં વ્યાજદરોમાં વધારાને પગલે વૈશ્વિક શેરબજારો મંદીના દબાણ હેઠળ કારોબાર કરી રહ્યાં છે. ભારતીય શેરબજારમાં પણ વૈશ્વિક મંદીની અસર જોવા મળી રહી છે. સેન્સેક્સ 604 આંકના ઘટાડા સાથે 61 હજાર 202 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 190 આંકના ઘટાડા સાથે 18 હજાર 229 પર કારોબાર કરી રહ્યો છે. આજે તમામ સેક્ટર નકારાત્મક કારોબાર કરી રહ્યાં છે.
     
    શેરની વાત કરીએ તો AU સ્મોલ ફાઈનાન્સ બેંક, ઈન્ડીયા માર્ટ, અદાણી એન્ટરપ્રાઈસ, MCX ઈન્ડિયા, કોરોમંડલ અને ઈન્ડિયા બુલ હાઉસીંગના શેરમાં થોડી ઘણી ખરીદી નીકળતા સામાન્ય વધારા સાથે કારોબાર કરી રહ્યાં છે. જ્યારે IDFC, હિંદાલકો, લાર્સન લેબ, ડાબર ઈન્ડિયા, DLF અને NMDC માં વેચવાલીનું દબાણ રહેતા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. તો કોમોડીટીની વાત કરીએ તો ક્રુડ ઓઈલ 80 ડોલર પ્રતિ બેરલ આસપાસ કારોબાર કરી રહ્યું છે. MCX પર સોનાનો રૂ. 54 હજાર 400 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો  રૂ. 67 હજાર 800 પ્રતિ કિલો ભાવ બોલાઈ રહ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
apply