Skip to main content
Settings Settings for Dark

ભારત અને જાપાન વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય મંત્રણા

Live TV

X
  • કોઈ પણ પ્રકારનો આંતકવાદ વિશ્વ માટે કલંક-સુષ્મા સ્વરાજ

    વિદેશપ્રધાન સુષમા સ્વરાજ જાપાનના 3 દિવસના પ્રવાસે ટોક્યો પહોંચી ગયા છે. તેમણે જાપાનના વિદેશપ્રધાન તારી કોનો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો યોજી છે. ભારતના વિદેશપ્રધાને જણાવ્યું છે કે ભારત અને જાપાનનો મત છે કે કોઈ પણ પ્રકારનો આંતકવાદ વિશ્વ માટે કલંક છે. અગાઉ સુષમા સ્વરાજ જાપાનમાં શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટીની પોલિસી રીસર્ચ કાઉન્સિલના ચેરમેન અને જાપાનના પૂર્વ વિદેશપ્રધાન ફુમિયો કિશિદાને મળ્યા હતાં.સુષમા સ્વરાજે જાપાનમાં રહેતાં ભારતીયોને પણ સંબોધન કર્યું હતું. વિવેકાનંદ કલ્ચરલ સેન્ટરમાં ભારતીયોને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે જાપાન સાથેના સંબંધો સંગીન બનાવવામાં અને જાપાનમાં ભારતની સકારાત્મક છબી ઉપસાવવા બદલ ભારતીયોના ફાળાની પ્રશંસનીય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નેતૃત્વમાં ભારત અને જાપાનના સંબંધો વધુ ઘનિષ્ઠ બન્યા છે.સુષ્મા સ્વરાજે ટોકિયોમાં જાપાનના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષી સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. બંને દેશ વચ્ચે હિમાચલ પ્રદેશ , તામિલનાડુ અને મહારાષ્ટ્ર માટે વિવિધ પરિયોજનાને લઈને દસ્તાવેજોનું આદાન - પ્રદાન થયું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
apply