Skip to main content
Settings Settings for Dark

ISROને મળી મોટી સફળતા, રીયુઝેબલ લૉન્ચ વ્હીકલ 'પુષ્પક'નું કર્યું સફળ પરીક્ષણ

Live TV

X
  • આજે ISROએ રી-યૂઝેબલ લૉન્ચ વ્હીકલ એટલે કે RLVના ક્ષેત્રમાં એક મોટી સફળતા હાંસલ કરી છે. 22 માર્ચ શુક્રવારના રોજ સવારે 7.10 વાગ્યે કર્ણાટકના ચિત્રદુર્ગમાં સ્થિત એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં રી-યૂઝેબલ લૉન્ચ વ્હીકલ 'પુષ્પક'નું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ દરમિયાન પુષ્પક એરક્રાફ્ટ ઑટોમેટિક રીતે રન-વે પર લેન્ડ થયું હતું. આને ઈસરોની મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ પરીક્ષણ દ્વારા, ISROએ રી-યૂઝેબલ લૉન્ચ વ્હીકલની સ્વાયત્ત લેન્ડિંગ ક્ષમતાનું નિદર્શન કર્યું. પાંખવાળા આ વ્હીકલને આધુનિક યુદ્ધભ્યાસ કરાવવા, ક્રૉસ રન-વે અને ડાઉનરેન્જ બંનેને ઠીક કરવા અને રન-વે પર સંપૂર્ણ ઑટોનોમસ મોડમાં રન-વે પર ઉતારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. 

    ISROએ પુષ્પક વિશે વધુ માહિતા આપતાં કહ્યું કે, RLV-LEX 01નું મિશન ગયા વર્ષે પૂર્ણ થયું હતું. આ પછી, RLV-LEX 02 નું પરીક્ષણ કરવામાં આવ્યું. આ હેલિકોપ્ટરથી લૉન્ચ થયા પછી પછી પ્રારંભિક સ્થિતિમાં RLVની સ્વાયત્ત લેન્ડિંગ ક્ષમતાનું પ્રદર્શન કર્યું. પુષ્પક નામના પાંખવાળા વાહનને ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટર દ્વારા ઉપાડવામાં આવ્યું હતું અને 4.5 કિમીની ઊંચાઈથી છોડવામાં આવ્યું હતું. રનવેથી 4 કિમીના અંતરે છોડ્યા પછી, પુષ્પક એરક્રાફ્ટ સ્વાયત્ત રીતે ક્રોસ રેન્જ સુધારા સાથે રનવે પર ઉતર્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
apply