Submitted by ddnews on
1. રાજ્યમાં મેઘમહેર યથાવત. રાજકોટમાં ગત રાત્રી દરમિયાન 7 કલાકમાં 8 ઇચ જેટલો "સાંબેલાધાર" વરસાદ. રાજકોટમાં વરસાદ અટકતાં પાણી ઓસરવાના શરૂ. અરવલ્લીમાં અવિરત વર્ષા.મઘ્યગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યાં.રાજ્યના 32 જીલ્લાના 176 તાલુકાઓમાં સરેરાશ 23 ઇંચ કરતાં વધુ વરસાદ. 2. સતત પાણી માટે ઝુરતા રહેતાં સૌરાષ્ટ્ર પર મેઘ રાજા મહેરબાન. ચારેકોર વરસાદથી મોટાભાગના ડેમ છલકાયાં. રાજકોટનો આજી-1 ડેમ ઓવરફ્લો. નીચાણવાળા ગામોને કરાયાં એલર્ટ.જામનગર અને સુરેન્દ્રનગરમાં પણ ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસના ગામોને ચેતવણી. 3. નર્મદા ડેમ ફરી ઐતિહાસિક જળ સપાટીએ પહોંચ્યો. હાલનું જળસ્તર 134.99 મીટર પર પહોંચતા નર્મદા નદી "હિલોળે" ચઢી. નર્મદા નદીમાં સતત છોડવામાં આવી રહ્યું છે 1 લાખ 88 હજાર ક્યુસેક કરતાં વધુ પાણી. 4. આદિજાતી વિસ્તારના નાના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહ્ત્વપૂર્ણ નિર્ણય. ચાર એકર ક્ષેત્રફળ ધરાવતાં સર્વે નંબરોમાં પણ બીજુ કૃષિવિષયક વીજ જોડાણ અપાશે. 5. સંપૂર્ણ ઉત્સાહ, આનંદ અને શ્રધ્ધા સાથે દેશભરમાં ગણેશ ચતુર્થીનો ઉજવાઇ રહ્યો છે તહેવાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી દેશવાસીઓને શુભેચ્છા .તો રાજ્યમાં પણ ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ઉત્સાહભેર ઉજવણી. 6. ભારત તરફથી ડેપ્યુટી હાઇકમિશ્નર ગૌરવ અહલુવાલિયા કરશે કૂલભૂષણ સાથે મુલાકાત..હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે પાકિસ્તાનને વિના વિલંબે કૂલભૂષણ જાદવને કોન્સ્યુલર access આપવા કર્યો હતો આદેશ. 7. રણને આગળ વધતું અટકાવવાના પ્રયાસ સાથે જોડાયેલા સંયુક્ત રાષ્ટ્રConference of Parties એટલેકે કોપ-14 સંમેલનની આજથી શરૂઆત. ભારત કરી રહ્યુ છે સંમેલનની યજમાની. બેઠકમાં 196 દેશોના પ્રતિનિધિઓ લઇ રહ્યાં છે ભાગ. 8. ઇસરો માટે આજે અગત્યનો દિવસ. - "ચંદ્રયાન-2થી" લેન્ડર વિક્રમ આજે ઓર્બિટરથી થશે અલગ. ગઇકાલે સાંજે "ચંદ્રયાન-2એ" તેના ઓર્બિટરને ચંદ્રમાની પાંચમી, અને છેલ્લી કક્ષામાં સફળતાપૂર્વક પહોંચાડ્યું - 7 સપ્ટેમ્બરે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી ઉપર ઉતરશે