Submitted by ddnews on
જુઓ 11:00 વાગ્યાના સમાચારનું જીવંત પ્રસારણ નીચેની લીંક ક્લિક કરી
Samachar Live @ 11.00 AM | 28-08-2019
#ddnewsgujarati
#newsingujarati
#news
1. રીઝર્વ બેન્કની જાલન સમિતિએ કરી સુધારા સાથે આર્થિક પૂંજી નિયમની દર પાંચ વર્ષે સમીક્ષા કરવાની ભલામણ - સમિતિએ આરબીઆઈના હિસાબી વર્ષ અને નાણાંકીય વર્ષ સાથે તાલમેલ બેસાડવાની પણ કરી ભલામણ
2. જમ્મુ કાશ્મીરમાં આજથી શરૂ થઈ સ્કૂલો અને હાઇસ્કૂલો - સામાન્ય બનતી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તંત્રએ સ્કૂલો ખોલવાનો લીધો હતો નિર્ણય - કેન્દ્રીય ગૃહ સચિવે કેન્દ્રની યોજનાઓ અંગે કરી ઉચ્ચસ્તરીય બેઠક
3. સમગ્ર રાજ્યમાં શ્રીકાર વરસાદને પગલે નદી, નાળા અને ડેમ છલકાયાં - નર્મદા ડેમની સપાટી ઐતિહાસિક સ્તર પર પહોંચતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયાં- ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસેની નર્મદાની ભયજનક સપાટી કરતાં ચાર ફૂટ ઉપર વહી રહી છે - ઉકાઇ ડેમના દસ દરવાજા પાંચ ફૂટ ખોલાયા - મહિસાગરનો આગરવાળા બ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં અમદાવાદ તરફનો વાહનવ્યવહાર ખોરવાયો
4. રાજ્યના 30 જીલ્લાના 187 તાલુકાઓ વરસાદથી તરબતર - સૌથી વધુ છોટાઉદેપુરમાં સાત ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ,, મધ્ય, દક્ષિણ , ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રને ઘમરોળતા મેઘરાજા - નર્મદા, મહી ,ઓરસંગ અને તાપી જેવી નદીઓમાં પુરની સ્થિતિ - રાજ્યભરનુ તંત્ર એલર્ટ ઉપર
5. નર્મદા ડેમની ઐતિહાસિક સ્થિતિને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ખુશી - નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદભૂત નજારો નિહાળવા માટે પ્રવાસીઓના અભૂતપૂર્વ ધસારાને ગણાવ્યો ગૌરવપૂર્ણ - સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિશ્વના સો શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાં થયેલા સમાવેશને દેશ માટે ગૌરવપૂર્ણ ઘટના ગણાવતાં પીએમ મોદી
6. ગુજરાત પોલીસની કાર્યક્ષમતામાં વધારો કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસ જવાનો માટે આધુનિક બાઈકનું કર્યુ લોકાર્પણ-પોલીસની ફોર વ્હીલર ગાડી જેવી સુવિધાથી સજ્જ છે આ બાઈક-
સાંકડી જગ્યાઓમાં પણ સરળતાથી પહોંચી શકે તેવી આ બાઈકથી ગુનેગારોને પકડવામાં રહેશે સરળતા
7. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું, નાગરિકોને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી-દવાઓ પૂરીં પાડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ-ખાદ્યસામગ્રીમાં થતી ભેળસેળને નાથવા ચકાસણી હેતુ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને 100 ટુ વ્હીલર અને 11 ફોર વ્હીલરને લીલી ઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન
8. આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને પ્રથમ વખત ટોચના દશમાં થયા સામેલ - બેટ્સમેનની યાદીમાં ભારતીય કપ્તાન વિરાટ કોહલી પ્રથમ સ્થાન પર યથાવત