Skip to main content
Settings Settings for Dark

ક્રિસ્ટિયાના રોનાલ્ડોની પોર્ટુગલ વિશ્વ કપનીની બહાર, મોરક્કો સેમી ફાઈલનમાં પહોંચ્યું

Live TV

X
  • મોરક્કોએ 1-0થી પોર્ટુગલ સામે ક્વાર્ટર ફાઈનલમાં વિજય સ્ટીયાનો રોનાલ્ડોના વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતુ. ભારે રોમાંચક મુકાબલામાં મોરક્કોએ 42મી મિનિટે યોસ્સોફ એન-નેસીરીના ગોલને સહારે લીડ મેળવી હતી. જે વિજયી સાબિત થઈ હતી. જ્યારે પોર્ટુગલે ફરીવાર રોનાલ્ડોને સ્ટાર્ટિંગ લાઈનઅપમાં સામેલ કર્યો હતો. કોચ ફર્નાન્ડેસ સાન્તોસે તેને 51મી મિનિટે મેદાનમાં ઉતાર્યો હતો. જોકે તે કમાલ દેખાડી શક્યો નહતો અને તેની ટીમ હારી ગઈ હતી.
    મોરક્કોએ આ સાથે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે તેઓ ફ્રાન્સ અને જર્મની વચ્ચેની ક્વાર્ટર ફાઈનલના વિજેતા સામે ટકરાશે. મોરક્કોની ટીમ વર્લ્ડકપના ઈતિહાસમાં સેમિ ફાઈનલમાં પ્રવેશનારી સૌપ્રથમ આફ્રિકન ટીમ બની છે. મોરક્કોની સફળતાના પગલે સમગ્ર આરબ વર્લ્ડમાં પણ ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતુ. 
    પોર્ટુગલના બ્રુનો ફર્નાન્ડેસને ગોલ ફટકારવાની તક મળી હતી. જોકે તેના પ્રયાસ પર બોલ ગોલ પોસ્ટને ટકરાઈને બહાર જતો રહ્યો હતો. છેલ્લી ચાર મિનિટ બાકી હતી, ત્યારે મોરક્કોના વાદિલ ચેદ્દિરાને બીજા યલો કાર્ડની સાથે રેડ કાર્ડ દેખાડીને મેદાનની બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. જોકે આ તકનો ફાયદો પણ પોર્ટુગલ ઉઠાવી શક્યું ન હતુ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
apply