Skip to main content
Settings Settings for Dark

અભિનેતા શાહરુખ ખાને જેકી ચેન તથા જીન ક્લાઉડ સાથેની સેલ્ફી શૅર કરી

Live TV

X
  • રિયાદમાં યોજાયેલ આ ઈવેન્ટમાં ઈન્ટરનેશનલ હસ્તીઓ તથા ફિલ્મ પ્રોડ્યૂસર્સ હાજર રહ્યાં હતાં.

    શાહરુખ ખાન સાઉદી અરબ ફિલ્મ ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજીત ‘​​​​​​જોય ફોર’ નામની ઈવેન્ટમાં હાજર રહ્યો હતો. રિયાદમાં યોજાયેલ આ ઈવેન્ટમાં ઈન્ટરનેશનલ હસ્તીઓ તથા ફિલ્મ પ્રોડ્યૂસર્સ હાજર રહ્યાં હતાં. શાહરુખે ઈવેન્ટમાંથી જીન ક્લાઉડ વાન ડૈમ તથા જેકી ચેન સાથેની સેલ્ફી શૅર કરી હતી, જેમાં તેણે કેપ્શન આપ્યું હતું, તમામ ખુશીઓ મારી થઈ જ્યારે હું મારા હિરોને મળ્યો. આ ઈવેન્ટમાં શાહરુખ ખાનને ‘મોસ્ટ પ્રોમિનન્ટ ઈન્ટરનેશનલ સેલિબ્રિટી’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.શાહરુખ ખાનની ટીમે અન્ય એક તસવીર પણ શૅર કરી હતી, જેમાં જેકી ચેન, જીન ક્લાઉડ વાન ઉપરાંત એક્વામેન ફૅમ જેસન મોમોઆ સાથે જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે જીમ ક્લાઉડ વાન જાણીતો એક્ટર તથા ડિરેક્ટર છે. તેણે ‘કુંગ ફૂ પાંડા’ ‘કિક બોક્સર’, ‘કિલ એમ ઓલ’ જેવી ફિલ્મ્સ બનાવી છે. શાહરુખ ખાન એક્ટર જેકીનો જબરજસ્ત ફૅન છે. જેકી ચેનને સ્ટંટનો માસ્ટર માને છે. શાહરુખ ખાનનો દીકરો અબરામ એક્વામેન ફૅમ જેસન મોમોઆનો ચાહક છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply