Skip to main content
Settings Settings for Dark

આજે બોલીવુડના જમાનાની સદાબહાર અભિનેત્રી મધુબાલાની જન્મજયંતી

Live TV

X
  • 1950ના દાયકાના મધ્યમાં તેની કેટલીક ફિલ્મો ફ્લોપ ગઈ. પરંતુ 1958માં મધુબાલા ફાગુન, હાવડા બ્રિજ, કાલાપાની અને ચલતી કા નામ ગાડી જેવી હિટ ફિલ્મો દ્વારા ફરીથી લોકપ્રિયતાના શિખરે પહોંચી ગઈ

    મધુબાલાનો જન્મ દિલ્હીમાં 1933ની 14મી ફેબ્રુઆરીએ થયેલો. આ સુંદર પરી કોઈ રાજમહેલમાં નહોતી જન્મી. અતાઉલ્લા ખાં નામના એક ગરીબ મુસ્લિમના ઘરમાં તેમનો જન્મ થયેલો. નવા નામ સાથે મુમતાઝે 1944માં દિલીપ કુમાર સાથે ફિલ્મ જ્વાર ભાટામાં કામ કર્યુ. 1947માં કેદાર શર્માએ તેમની ફિલ્મ નીલકમલમાં રાજકપૂર સાથે મધુબાલાને અભિનયની તક આપી. નીલકમલ એ રાજકપૂર અને મધુબાલા બંને માટે તેમના મુખ્ય અભિનયવાળી પહેલી ફિલ્મ હતી. નીલકમલ હિટ જતા રાજકપૂર અને મધુબાલા રાતોરાત સ્ટાર તરીકે પ્રસ્થાપિત થઈ ગયા. મધુબાલા થોડા જ દિવસોમાં બોમ્બે ટોકીઝની સ્થાયી કલાકાર બની ગઈ. 1949માં મધુબાલાએ અશોકકુમાર સાથે બોમ્બે ટોકીઝની ફિલ્મ મહલમાં કામ કર્યુ. ફિલ્મ મહલ અને તેનું સુપરડુપર હીટ પૂરવાર થયું. મહલનું લતા મંગેશકરે ગાયેલું ગીત આયેગા આનેવાલા મધુબાલા અને લતા મંગેશકર બંને માટે ફળ્યું. આગળ જતા મધુબાલાએ અશોકકુમાર, દિલીપકુમાર, દેવઆનંદ, રહેમાન જેવા તે સમયના જાણિતા અભિનેતાઓ સાથે કામ કરીન તેની લોકપ્રિયતામાં અનેકગણો વધારો કર્યો.

    1950ના દાયકાના મધ્યમાં તેની કેટલીક ફિલ્મો ફ્લોપ ગઈ. પરંતુ 1958માં મધુબાલા ફાગુન, હાવડા બ્રિજ, કાલાપાની અને ચલતી કા નામ ગાડી જેવી હિટ ફિલ્મો દ્વારા ફરીથી લોકપ્રિયતાના શિખરે પહોંચી ગઈ. 1960માં મધુબાલાએ ફિલ્મ મોગલે આઝમમાં અનારકલીની ભૂમિકા નીભાવી. મધુબાલા અભિનીત પાત્રોમાં તે પાત્રને સૌથી યાદગાર ગણવામાં આવે છે. 1960ના દાયકાની શરૂઆતમાં મધુબાલાએ સુપરહિટ ફિલ્મોની હારમાળા સર્જતા 1961માં ઝુમરૂ, પાસપોર્ટ અને બોયફ્રેન્ડ તેમજ 1964માં શરાબી ફિલ્મમાં અભિનય કર્યો. તેની એક ફિલ્મ જ્વાલા તો તેના મૃત્યુ પછી છેક 1971માં રીલીઝ થઈ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply