Skip to main content
Settings Settings for Dark

ઓસ્કર એવોર્ડ : પૈરાસાઈટ શ્રેષ્ઠ ફિલ્મ, વૉકિન ફીનિક્સ શ્રેષ્ઠ અભિનેતા

Live TV

X
  • બ્રેડ પીટે આ એવોર્ડ 2019ની ડ્રામા ફિલ્મ Once Upon A Time In Hollywood માટે જીત્યો છે.

    હોલિવુડના ખ્યાતનામ એવા 92માં ઓસ્કર એવોર્ડનો રંગેચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વખતનો ઓસ્કર એવોર્ડ હોલિવુડના લોસ એન્જેલસ સિટીના ડોલ્ફી થિયેટર ખાતે યોજાયો છે.હોલિવુડ ફિલ્મની વિવિધ હસ્તીઓએ એવોર્ડમાં ભાગ લીધો છે. બ્રેડ પીટે પોતાના કરિયરનો સૌ પ્રથમ ઓસ્કર એવોર્ડ જીત્યો છે. બ્રેડ પીટે આ એવોર્ડ 2019ની ડ્રામા ફિલ્મ Once Upon A Time In Hollywood માટે જીત્યો છે.બ્રેડ પીટ સિવાય સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કર જીતવાની રેસમાં ટોમ હેંક્સ, એન્થની હોપકિન્સ, જો પેસ્કી અને અલ પચીનો જેવા ખ્યાતનામ કલાકારો હતા. બ્રેડે પોતાનો પ્રથમ ઓસ્કર જીતવાની સાથે જ ફિલ્મના કો સ્ટાર લિયોનાર્ડો ડિ કેપ્રિયોને ગળે લગાવ્યો હતો. તેણે પોતાની ઓસ્કર સ્પીચમાં ખાસ ક્વેંટન ટેરેન્ટીનોનો આભાર માન્યો હતો. આ સિવાય બ્રેડે 45 સેકન્ડની સ્પીચ પણ આપી હતી.

    બેસ્ટ સાઉન્ડ મિક્સિંગનો ઓસ્કર એવોર્ડ માર્ક ટેલર અને સ્ટુઅર્ટ વિલ્સનની જોડીને મળ્યો છે. આ ઓસ્કર તેમને પ્રથમ વિશ્વયુદ્ધ પર આધારિત વોર ફિલ્મ 1917 માટે મળ્યો છે. આ માર્કનો પ્રથમ ઓસ્કર છે. આ પહેલા માર્કને ત્રણ ઓસ્કર નોમિનેશન મળી ચૂક્યા છે. બીજી તરફ સ્ટુઅર્ટને અત્યાર સુધી 6 ઓસ્કર નોમિનેશન મળી ચૂક્યા છે. આ સ્ટુઅર્ટના કરિયરનો પણ પ્રથમ ઓસ્કર એવોર્ડ છે.

    સાઉથ કોરિયન સ્ક્રિપ્ટરાઈટર્સ Bong Joon Ho અને Han Jin Hoને ફિલ્મ પેરેસાઈટ માટે બેસ્ટ ઓરિજનલ સ્ક્રિનપ્લેનો ઓસ્કર એવોર્ડ મળ્યો છે. આ પ્રથમ એવી સાઉથ કોરિયન ફિલ્મ છે જે ઓસ્કર એવોર્ડ માટે નોમિનેટ થઈ હોય અને જીતવામાં પણ સફળ થઈ હોય. આ ફિલ્મ સિવાય મેરિઝ સ્ટોરી, વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવુડ, 1917 જેવી ફિલ્મો પણ પોતાના સ્ક્રિનપ્લે માટે નોમિનેટ થઈ હતી. જેમાંથી પેરેસાઈટે ઓસ્કર એવોર્ડ જીત્યો છે.વર્ષોથી લોકોનું એનિમેશન દ્રારા દિલ લુભાવી રહેલી ટોય સ્ટોરી સિરીઝની ફિલ્મ Toy Story 4એ પણ ઓસ્કર જીતી લીધો છે. 2011માં Toy Story 3ને પણ આ કેટેગરીમાં જ નોમિનેશન મળ્યું હતું. જ્યારે Toy Storyનો પહેલો પાર્ટ ઓલરેડી એક ઓસ્કર લઈ ચૂક્યો છે.

    અભિનેત્રી Laura Dernને ફિલ્મ મેરિઝ સ્ટોરી માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર એર્વોડ મળ્યો છે. આ તેના કરિયરનું ત્રીજું નોમિનેશન હતું. આ કેટેગરીમાં માર્ગેટ રોબી, ફ્લોરેન્સ પગ, સ્કારલેટ યોહાનસન અને કેથી બેટ્સ જેવી ધુરંધર અભિનેત્રીઓ સામેલ હતી. જેમને પછાડી Laura Dern ઓસ્કર પર કબ્જો જમાવ્યો છે. ખાસ વાત એ છે કે Laura Dernનો આજે જન્મદિવસ પણ છે. તેણે પોતાની ઓસ્કર સ્પીચમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.જેક્લીન ડુરેનને ફિલ્મ લિટિલ વિમેન માટે બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઈનરનો ઓસ્કર એવોર્ડ મળ્યો છે. 2020ના ઓસ્કરમાં આ ફિલ્મ 6 કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. જેમાં બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રિનપ્લે, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ, બેસ્ટ ફિલ્મ સહિતની કેટેગરીનો સમાવેશ થાય છે.

    Once Upon A Time In Hollywood ફિલ્મે બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનનો બીજો ઓસ્કર પણ મેળવ્યો છે. Barabara Lingને આ એવોર્ડ મળ્યો છે. આ સિવાય Nancy Haighને બેસ્ટ સેટ ડેકોરેશનનો ઓસ્કર એવોર્ડ મળ્યો છે. બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મની જો વાત કરવામાં આવે તો ફિલ્મ The Neighbors’ Windowના ખાતામાં ઓસ્કરનો આ ખિતાબ ગયો છે. આ ફિલ્મની સાથે સ્પર્ધામાં બ્રધરહૂડ, નેફ્ટા ફૂટબોલ ક્લબ, સિરીયા અને અ સિસ્ટર જેવી ફિલ્મો જીતવાની રેસમાં હતી. ફિલ્મના ડાયરેક્ટર માર્શલ કરીએ આ એર્વોડ જીત્યા બાદ પોતાની માતાને અર્પણ કર્યો હતો.

    જાણો કઈ કેટેગરીમાં કોને મળ્યો ઓસ્કર એવોર્ડ

    બેસ્ટપિક્ચરઃ પેરાસાઈટ
    બેસ્ટ લીડ એક્ટ્રેસઃ રેની ઝેલવેગર (જુડી)
    બેસ્ટ લીડ એક્ટરઃ વૉકિન ફીનિક્સ (જોકર)
    બેસ્ટ ડિરેક્ટરઃ બોન્ગ જૂન હો
    બેસ્ટ ઓરિજિનલ સોન્ગઃ આઈ એમ ગોના લવ મી અગેઇન (રોકેટમેન)
    બેસ્ટ ઓરિજિનલ સ્કોરઃ જોકર
    બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મઃ પેરાસાઈટ
    બેસ્ટ મેકઅપ એન્ડ હેર સ્ટાઈલિંગઃ બોમ્બશેલ
    બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સઃ 1917
    બેસ્ટ ફિલ્મ એડિટિંગઃ ફોર્ડ વર્સિસ ફેરારી (એન્ડ્ર્યુ બકલેન્ડ, માઈકલ મેકકસ્કર)
    બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ 1917 (રોજર ડીકિન્સ)
    બેસ્ટ સાઉન્ડ મિક્સિંગઃ 1917
    બેસ્ટ સાઉન્ડ એડિટિંગઃ ફોર્ડ વર્સિસ ફરારી
    બેસ્ટ એનિમેટેડ ફિલ્મઃ ટોય સ્ટોરી 4
    બેસ્ટ ડોક્યુમેન્ટરીઃ અમેરિકન ફેક્ટરી
    બેસ્ટ ડોક્યુમેન્ટરી (શોર્ટ સબ્જેક્ટ): લર્નિંગ ટુ સ્કેટબોર્ડ ઈન અ વૉરઝોન (ઈફ યુ આર અ ગર્લ)
    બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મઃ ધ નેબર્સ વિન્ડો
    બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મઃ હેર લવ
    બેસ્ટ એક્ટ્રેસ સપોર્ટિંગ રોલઃ લોરા ડર્ન (મેરેજ સ્ટોરી)
    બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલઃ બ્રાડ પિટ (વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ)
    બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેઃ પેરાસાઈટ (બોન્ગ જૂન હો)
    બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લેઃ જોજો રેબિટ (તાઈકા વાઈતિતિ)
    બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનઃ વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ
    બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઈનઃ લિટલ વિમેન (જેકલિન ડુરન)

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply