Skip to main content
Settings Settings for Dark

કચ્છની વાર્તા પર આધારિત ફિલ્મ હેલ્લારો આજે રીલીઝ

Live TV

X
  • રિલીઝ થયા પહેલા જ શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો નેશનલ અવોર્ડ મળ્યો

    હેલ્લારો ફિલ્મ આજે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને રિલીઝ થયા પહેલા જ શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો નેશનલ અવોર્ડ મળ્યો છે. ફિલ્મમાં 1975 ના કચ્છની વાર્તા બતાવવામાં આવી છે. જેમાં મહિલાઓ પર ગરબા માટે રોક લગાવવામાં આવે છે અને આખી વાર્તા એની ઉપર જ ચાલે છે. આ ફિલ્મમાં 13 અભિનેત્રીઓ અને 9 અભિનેતા છે. ફિલ્મની સ્ક્રિપ્ટિંગ સૌમ્ય જોશી અને દિગ્દર્શક અભિષેક શાહે કર્યુ છે. ફિલ્મના કલાકાર મૌલિક નાયક, આકાશ ઝાલા,બ્રિન્દા ત્રિવેદી નાયક અને એકતા બચવાણી જોવા મળશે..‘હેલ્લારો’ એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. જે ગુજરાતના લોક-નૃત્ય ગરબા પર આધારિત છે. કચ્છના ‘કુરાન’ ગામના વિશાળ રણની મધ્યમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે ..આ ફિલ્મમાં 1975ના સમયની કચ્છી સંસ્કૃતિ પણ જોવા મળશે.

    મહત્વનુ છે કે આ વર્ષે લોકસભાની ચૂંટણીના કારણે ૬૬મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સના વિજેતાઓના નામ મે મહિનાના બદલે નવમી ઓગષ્ટના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. બોલિવુડ અભિનેતા આયુષ્માન ખુરાના અને વિકી કૌશલે નેશનલ ફિલ્મ એવોર્ડ કાર્યક્રમમાં અંધાધુન અને ઉરી ફિલ્મમાં તેમના રોલ માટે બેસ્ટ અભિનેતાનો એવોર્ડ મેળવ્યો હતો જ્યારે ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'ને બેસ્ટ ગુજરાતી ફિચર ફિલ્મ ઘોષિત કરવામાં આવી હતી. ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' દ્વારા ડેબ્યુ કરનારા આદિત્ય ધારે બેસ્ટ ડિરેક્ટર તરીકેનો એવોર્ડ જીત્યો છે જ્યારે ફિલ્મ 'અંધાધુને' બેસ્ટ સ્ક્રીનપ્લે અને બેસ્ટ હિંદી ફિલ્મ તરીકે એવોર્ડ જીત્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
apply