Skip to main content
Settings Settings for Dark

કિશોર કુમારની પ્રથમ પત્ની અને અભિનેત્રી રુમા ગુહાનું નિધન 

Live TV

X
  • અભિનેત્રી અને ગાયિકા રુમા ગુહા ઠાકુરતાનું સોમવારે તેમના આવાસસ્થાને નિધન થયું હતું. તેઓ 84 વર્ષની ઉંમરે બીમારીના કારણે અવસાન પામ્યા છે. તેમના પરિવારમાં ગાયક અમિત કુમાર સહિત બે પુત્ર અને એક પુત્રી છે. 

    કલકત્તામાં 3 નવેમ્બર 1934ના રોજ જન્મેલ રુમા પહેલેથી જ નૃત્યનો શોખ ધરાવતા હતા. રુમા ગુહાએ પહેલા લગ્ન ગાયક કિશોર કુમાર સાથે કર્યા હતા. ગાયક અમિત કુમાર રુમા અને કિશોર કુમારના જ પુત્ર છે. 

    ફિલ્મ નિર્દેશક સત્યજીત રેની ભત્રીજી રુમાએ 60થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની પ્રમુખ ફિલ્મોમાં દાદર કીર્તિ, ચૌરંગીલેન, ભાલોબાશા, ગંગા, વ્હીલચેર અને જ્વારભાટા છે. તેમણે ઘણી ફિલ્મોમાં પાર્શ્વગાયન પણ કર્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply