Skip to main content
Settings Settings for Dark

દેશના ચાર સિદ્ધહસ્ત સંગીતજ્ઞ મહાનુભાવોને મુખ્યપ્રધાને પુરસ્કરો એનાયત કર્યા

Live TV

X
 • મુખ્યમંત્રી એ ગુજરાત સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર કલ્ચરલ ફોરમ ના ઉપક્રમે મહાત્મા મંદીરમાં આયોજિત પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ સમારોહ 2019 અંતર્ગત દેશના ચાર સિદ્ધહસ્ત સંગીતજ્ઞ મહાનુભાવોને પુરસ્કરો એનાયત કર્યા હતા.

  મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગુજરાતને માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની તેજ રફતાર પૂરતો સીમિત ન રાખતા જન જન આત્મીય આનંદ અનુભવે તેવા સંગીત, સાહિત્ય, કલા સંસ્કૃતિ ક્ષેત્રે પણ અવિરત રાખવાની નેમ દર્શાવી છે. તેમણે કહ્યું કે ખેલ મહાકુંભ, કલા મહાકુંભ જેવા આયોજનો થી ગુજરાતને આગવું સંસ્કારી અને ક્લારસિક રાજ્ય બનાવ્યું છે. મુખ્યમંત્રી એ ગુજરાત સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર કલ્ચરલ ફોરમ ના ઉપક્રમે મહાત્મા મંદીરમાં આયોજિત પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ સમારોહ 2019 અંતર્ગત દેશના ચાર સિદ્ધહસ્ત સંગીતજ્ઞ મહાનુભાવોને પુરસ્કરો એનાયત કર્યા હતા. આ એવોર્ડ થી વિભૂષિત થયેલા મહાનુભાવોમાં પદ્મશ્રી પંડિત અજોય ચક્રવર્તી, પદ્મ વિભૂષણ ઉસ્તાદ ગુલામ મુસ્તુફા ખાન,પદ્મશ્રી ઉલ્હાસ કાશલકર તેમજ પદ્મશ્રી શેખર સેનનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આ મહાનુભાવોને એવોર્ડ અર્પણ કર્યા હતા તેમજ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ રાજ્ય સરકાર તરફથી રૂપિયા 5 લાખ પુરસ્કાર અને સાંસ્કૃતિક પ્રવૃતિ મંત્રી ઈશ્વસિંહ પટેલે શાલ ઓઢાડી ગૌરવ પ્રદાન કર્યા હતા
   

X
 • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

  Forecast

  • 19-08-2019 Max Temp : °C Min Temp : °C
  • 20-08-2019 Max Temp : °C Min Temp : °C
  • 21-08-2019 Max Temp : °C Min Temp : °C
  • 22-08-2019 Max Temp : °C Min Temp : °C
  • 23-08-2019 Max Temp : °C Min Temp : °C
  • 24-08-2019 Max Temp : °C Min Temp : °C
apply