Skip to main content
Settings Settings for Dark

બોલીવુડની મસ્તાની દીપિકા પાદુકોણનો જન્મદિવસ, શુભેચ્છાઓનો ધોધ

Live TV

X
 • એક મોડલ તરીકે શરૂઆત કરનાર દીપિકા આજે બોલીવુડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી બની ગઈ

  બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની ઓમ શાંતિ ઓમ ફિલ્મથી શાંતિ પ્રિયાથી આજ સુધીની ફિલ્મી સફર ખૂબ પ્રેરણાદાયક રહી છે. આજે (5 જાન્યુઆરી) તેનો જન્મદિવસ છે, આવી સ્થિતિમાં, દરેકને જાણવું જોઈએ કે જીવનમાં મુશ્કેલીઓ પછી તે અહીં કેવી રીતે આવ્યો. દીપિકા રાષ્ટ્રીય કક્ષાની બેડમિંટન ખેલાડી રહી છે અને તેણે ઘણી વાર સફળતાનો મંત્ર આપ્યો છે.થોડા વર્ષો પહેલા, તેમણે સોશિયલ મીડિયા પર તેમના જીવનના સ્ટ્રગલ અને ડિપ્રેશન ફેઝ વિશે શેર કરી હતી. તેમાં તેણે જણાવ્યું હતું કે તેના સંઘર્ષના દિવસોમાં તેના પિતાએ તેમને કેવી રીતે પ્રેરણા આપી હતી..તેમણે લખ્યુ હતુ કે જ્યારે હુ મોટી થઈ રહી હતી તો મારા પિતાએ મને કહ્યુ હતુ કે શ્રેષ્ઠ બનવા માટે હંમેશા ત્રણ ડી યાદ રાખવાના ..ડીસિપ્લીન, ડેડિકેશન અને ડિટરમિનેશન..પોતાના દિલની વાત સાંભળો..પોતાના પેશનને ફોલો કરો..

  દિપીકાએ આગળ લખ્યુ હતુ કે હું એટલા માટે દરેક સ્ત્રી , પુરૂષને એ કહેવા માંગુ છુ કે સ્પોર્ટસમાં ભાગ લો..કારણ કે તેના કારણે મારુ જીવન બદલાયુ..સ્પોર્ટસના કારણે મને શીખવા મળ્યુ કે કઈ રીતે સંઘર્ષ કરવો..પરિસ્થિતિનો સામનો કરવો..નિષ્ફળતા સામે કઈ રીતે લડવુ..

  બોલિવૂડની મસ્તાની દીપીકા પાદુકોણનો આજે જન્મદિવસ છે. દીપિકા પાદુકોણ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડલ છે. વર્તમાનમાં તે ફિલ્મ જગતની સૌથી વધુ કમાણી કરવાવાળી અભિનેત્રી છે. તેમણે હિન્દી ફિલ્મોથી પોતાના કરિયરની શરૂઆત કરી અને સફળતાનાં શિખરો સર કરી તેમણે કેટલાય પુરસ્કારો પણ મેળવ્યા, જેમાં ત્રણ ફિલ્મફેર એવોર્ડ પણ સામેલ છે.દીપીકાનુ પૂરું નામ ‘દીપિકા પ્રકાશ પાદુકોણ’ છે. તેમનો જન્મ 5, જાન્યુઆરી 1986 ના દિવસે થયો હતો.તેમની માતાનું નામ ઉજ્વલા છે. દીપીકાનો પરિવાર બેંગલોરમાં સ્થાયી થયો ત્યારે તેમની ઉંમર 1 વર્ષની હતી. ત્યારે તેમણે બેંગ્લોરની એક સ્કૂલમાં પ્રારંભિક શિક્ષા ગ્રહણ કરી અને ત્યારબાદ માઉન્ટ કાર્મેલ કોલેજ ખાતેથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો. તેમણે IGNOU ખાતેથી સોશિયોલોજી વિષય પર બેચલર ઓફ આર્ટની ડીગ્રી હાંસલ કરી. એ પછી તેમણે મોડલિંગમાં કરિયર બનાવવા પોતાનો અભ્યાસ છોડી દીધો.

  દિપીકા પોતાની કિશોરાવસ્થામાં નેશનલ લેવલની ચેમ્પિયનશિપ રમતી હતી. પરંતુ આ રમત ગમત જગતથી દૂર થઈને તેમણે પોતાનું કરિયર મોડલના રૂપમાં બનાવ્યું. શરૂઆતમાં દીપીકા ચાઈલ્ડ મોડલ તરીકે કામ કરતી હતી. દીપિકા શરૂઆતમાં વિવિધ ઉત્પાદનો અને વિવિધ બ્રાન્ડનો ટેલિવિઝન પર પ્રચાર-પ્રસાર કરતી હતી. 2005માં તેમણે લેકમે ફેશન વીક માટે કામ કર્યું અને તેઓએ ‘મોડલ ઓફ ધ યર’નો ખિતાબ પણ જીત્યો. મોડલ બનવાના થોડાક સમય પછી તેમને કેટલીક ફિલ્મ ઓફર આવવા લાગી અને વર્ષ 2006માં તેઓએ કન્નડ ફિલ્મ ઐશ્વર્યા થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી. 21 ની ઉંમરે તેમને હિમેશ રેશમિયાના એક ગીત ‘નામ હૈ તેરા’માં અભિનય કરવાનો મોકો મળ્યો અને તે ખૂબ લોકપ્રિય થયું. એ પછી તેને બોલીવુડની અનેક ફિલ્મો મળવાની શરૂઆત થઈ.

  દિપીકાની ફિલ્મોગ્રાફી :
  ઓમ શાંતિ ઓમ (2007), લવ આજકલ (2009), કોકટેલ (2012), યે જવાની હે દિવાની (2013), ચેન્નાઇ એક્સપ્રેસ (2013), રામલીલા (2013), હેપી ન્યૂ યર (2014), પીકુ (2015), બાજીરાવ મસ્તાની (2015)

  દીપિકાને મળેલા કેટલાક એવોર્ડ્સ:
  3 ફિલ્મફેર એવોર્ડ ,બેસ્ટ ફિમેલ ડેબ્યુ(ઓમ શાંતિ ઓમ 2007), 2 બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ રામલીલા (2013),પીકુ (2015)

   

X
 • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

  Forecast

  • 30-01-2020 Max Temp : °C Min Temp : °C
  • 31-01-2020 Max Temp : °C Min Temp : °C
  • 01-02-2020 Max Temp : °C Min Temp : °C
  • 02-02-2020 Max Temp : °C Min Temp : °C
  • 03-02-2020 Max Temp : °C Min Temp : °C
  • 04-02-2020 Max Temp : °C Min Temp : °C
apply