Skip to main content
Settings Settings for Dark

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત સોમનાથ મહાદેવનાં શરણે પહોચી

Live TV

X
  • શીશ ઝુકાવી મહાઆરતીમાં ભાગ લીધો

    હિન્દી ફિલ્મની જાણીતી અભિનેત્રી કંગના રણોતે શનિવારે દેશના પ્રથમ જ્યોર્તિલિંગ ગણાતા એવા સોમનાથ મહાદેવ આવ પહોંચી હતી. અહી કંગનાએ સોમનાથ મહાદેવ સમક્ષ માથું નવામી દેવોના દેવ ગણાતા શિવ શંકર પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કંગનાએ સોમનાથ દાદાનો અભિષેક અને મહાપૂજા સાથે મધ્યાહન આરતી કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. કંગનાએ દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે દાદાને પ્રાર્થના કરી હતી

    આ પહેલા કંગના રનૌટે દ્વારકાધીશનાં ચરણે શિશ ઝૂકાવ્યું હતું. ધાર્મિક ભક્તિભાવમાં માનનારી કંગનાએ ભગવાન દ્વારકાધીશ જગતમંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કંગનાએ ભગવાન દ્વારકાધીશની પાદુકાનું પૂજન કર્યું હતું. તેમજ 14 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી પોતાની આગામી ફિલ્મ માટે પ્રાર્થના પણ કરી હતી. કંગના પહેલીવાર દ્વારકા આવી હતી. જ્યાં તેણે દ્વારકાધીશની સાથે નાગેશ્વરનાં પણ દર્શન કર્યા હતાં. કંગના મંદિરનો માહોલ અને દ્વારકાનો સમુદ્ર કાંઠો નિહાળી ભાવુક થઈ હતી. કંગનાએ દ્વારકાનાં દર્શનની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી 'ઓમ શ્રી ક્રિષ્નાયે નમ:' લખ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply