Skip to main content
Settings Settings for Dark

66માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી બે ફિલ્મને પુરસ્કાર એનાયત કરાયા

Live TV

X
  • રાજધાની દિલ્હી ખાતે 66 મા નેશનલ ફિલ્મ એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ગુજરાતી ફિલ્મ હેલ્લારોને બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

    રાજધાની દિલ્હી ખાતે 66 મા નેશનલ ફિલ્મ એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ગુજરાતી ફિલ્મ હેલ્લારોને બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ સમારોહમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર હાજર રહ્યા હતા. દર વર્ષે એપ્રિલમાં નેશનલ એવોર્ડ વિજેતાના નામ જાહેર કરવામાં આવતા હોય છે, જો કે, ચાલુ વર્ષે આ સમયગાળામાં લોકસભાની ચૂંટણી હોવાથી તાજેતરમાં 66મા નેશનલ એવોર્ડ વિનરના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં 2 ગુજરાતી ફિલ્મોને પણ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુજરાતી સાહિત્ય જગતના જાણીતા સર્જક ધ્રુવ ભટ્ટની નવલકથા 'તત્વમસિ' પર આધારિત 'રેવા' અને જાણીતા ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર અભિષેક શાહ દ્વારા નિર્મિત 'હેલ્લારો' ને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply