Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના ચેરાપુંજી ડાંગમાં ગેબીયન-ખેત તલાવડી દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ

Live TV

X
  • ગુજરાતનું, ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન 100 ઇંચ જેટલો વરસાદ વરસે છે. પહાડી અને જંગલ વિસ્તાર એવા ડાંગ જિલ્લાની વિષમ ભૌગોલિક સંરચનાને કારણે વરસાદનું બધું જ પાણી નીચાણવાળા વિસ્તારમાં ઉતરી જાય છે. 

    આ પરિસ્થિતિને કારણે પાણી સંગ્રહ કરવું મુશ્કેલ બને છે. આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવા સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ ડાંગ જિલ્લામાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા તેમજ પાણી ને સંગ્રહ કરવા ચેક ડેમ ઊંડા કરવા 'ગેબીયન' તથા 'ખેત તલાવડી'ના આહવા તાલુકામાં 48 કામો કરવામાં આવ્યા હતા. 

    જેનો, લેબર ખર્ચ ,22,30,989 રૂપિયા કરવામાં આવ્યો હતો. હાલમાં ડાંગ જિલ્લામાં પડેલ વરસાદને કારણે ઊંડા કરેલા ચેક ડેમો ભરાઈ ગયા છે, જયારે ખેત તલાવડીમાં વરસાદનું પાણી સંગ્રહ થઇ રહ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply