Skip to main content
Settings Settings for Dark

ચક્રવાતી તોફાન વાયુને લઇ અમરેલી જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ, જાણો શું કરાઈ તૈયારી

Live TV

X
  • દરિયાકાંઠાના ગામોમાંથી લોકોને સ્થળાંતરિત કરવા માટે આઠ ટીમો બનાવવામાં આવી છે. જે લાઉડ સ્પીકરથી માર્ગદર્શન આપી રહી છે. આ માટે 37 લોકેશન તંત્ર દ્વારા તૈયાર કરાયા છે. જ્યાં અનાજનો જથ્થો પહોંચાડાયો છે. અને મધ્યાહન ભોજન યોજનાનો સ્ટાફ લોકો માટે રસોઈ બનાવશે.

    ચક્રવાતી તોફાન વાયુ વધુ મજબૂત બનીને આગામી ૨૪ કલાકમાં અમરેલી જિલ્લાના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા હોય વહીવટી તંત્રને એલર્ટ કરી દેવાયું છે. તંત્ર દ્વારા બુધવાર સાંજ સુધીમાં 19 હજાર લોકોને સ્થળાંતરિત કરી આશ્રયસ્થાનો પર લઈ જવાશે. આપાતની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ અને સેનાની છ ટુકડીઓ બોલાવાઈ છે. એસટી આરોગ્ય વીજળી વિગેરે સેવા જાળવી રાખવા ખાસ ટુકડીઓ હાજર રખાઈ છે. જો વાવાઝોડું પૂરી તાકાતથી અમરેલી જિલ્લાના દરિયાકાંઠે ટકરાશે તો દરિયાની સપાટી દોઢ મીટર સુધી ઉંચી આવવાની ધારણા છે. જેને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રના પાણી ઘણે અંદર સુધી ફરી વળશે.

    આ ઉપરાંત ભારે વરસાદનું પાણી તો હશે જ. જેને પગલે કાંઠાળ વિસ્તારોના ગામોમાં ગંભીર પરિસ્થિતિ સર્જાવાની દહેશત હોય વહીવટીતંત્ર દ્વારા રાજુલા અને જાફરાબાદ તાલુકાના 23 ગામોમાં એલર્ટની સ્થિતિ જાહેર કરાઇ છે. આ ઉપરાંત રાજુલા અને જાફરાબાદ શહેરમાં પણ એલર્ટની સ્થિતિ છે. દરિયાકાંઠાના આ ગામોમાંથી ૧૨મી તારીખની સાંજ સુધીમાં 19 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવા આયોજન હાથ ધરાયુ છે. અમરેલીમાં જિલ્લા કલેકટર આયુષ ઓકે આજે પત્રકારોને જણાવ્યું હતું કે લોકો પોતાની મેળે જ સલામત સ્થળે ખસી જાય અન્યથા પોલીસને સાથે રાખી લોકોને સલામત સ્થળે લઈ જવા ફરજ પડશે. આ બંને તાલુકામાં દરિયાકાંઠાના 96 હજારથી વધુ લોકો સીધી રીતે વાવાઝોડાથી પ્રભાવિત થશે. બીજી તરફ કોઈપણ પ્રકારની આપાતની સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ચાર ટુકડી આજે અમરેલી જીલ્લામાં આવી પહોંચી હતી. આ ઉપરાંત રાત સુધીમાં સેનાની વધુ બે ટુકડી પણ આવી પહોંચશે.

    અમરેલી જિલ્લાના તમામ માછીમારો પોતાની બોટ લઇને કાંઠે આવી ચૂક્યા છે. અને હાલમાં એક પણ માછીમાર દરિયામાં નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સ્થળાંતરિત થયેલા લોકોને પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલોમાં રખાશે જ્યાં ખોરાક પાણી અને આરોગ્ય વિષયક સેવા તૈયાર રખાય છે.

    80 કિમીથી વધુ ઝડપે પવન ફૂંકાશે તો વીજ પુરવઠો કાપી નંખાશે

    વાવાઝોડા દરમિયાન તેજ ગતિથી પવન ફુંકાવાની શકયતા છે જેને પગલે વિજપોલ ધરાશાયી થાય તો કોઇ જીવલેણ ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા એવુ નક્કી કરાયુ છે કે 80 કિમીની ઝડપે પવન ફુંકાઇ તે સાથે જ તમામ વિસ્તારમા વિજ પુરવઠો કાપી નાખવામા આવશે.જિલ્લા કલેકટરે આજે અમરેલીમા જણાવ્યું હતુ કે 80 થી 85 કિમીની ઝડપે પવન ફુંકાય તો વિજ અકસ્માતનુ જોખમ વધી જતુ હોય વિજ પુરવઠો કાપી નાખવામા આવશે. આ ઉપરાંત તાકિદની સ્થિતિને પહોંચી વળવા માટે પીજીવીસીએલની 10 ટુકડીઓને જુદાજુદા સ્થળે સ્ટેન્ડબાય રાખવામા આવી છે. દરિયાકાંઠાના વિસ્તારમા લોકોની આવન જાવન અટકાવી દેવાશે. જોખમી વિસ્તારો તરફ વાહનો ન જાય તે માટે દરિયાકાંઠાના માર્ગો પર આવતીકાલથી જ ચેક પોસ્ટો શરૂ કરી દેવાશે. આ ઉપરાંત માર્ગો પર દર 10 કિમીએ એક ટુકડી તૈનાત રખાશે જે વિજપોલ કે ઝાડ પડે તો હટાવી રસ્તો ખુલ્લો કરશે. તમામ ગામોમા તલાટીઓને પણ હાજર રખાયા છે.

    120થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ચક્રાવાત વાયુ અને આ જ ગતિ જળવાઈ રહી તો અમરેલી જિલ્લાના દરિયાકાંઠે 120 કિ.મીથી લઇ 135 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 37 સ્થળ પર લોકોને આશરો અપાશે. દરિયાકાંઠાના ગામોમાંથી લોકોને સ્થળાંતરિત કરવા માટે આઠ ટીમો બનાવવામાં આવી છે. જે લાઉડ સ્પીકરથી માર્ગદર્શન આપી રહી છે. આ માટે 37 લોકેશન તંત્ર દ્વારા તૈયાર કરાયા છે. જ્યાં અનાજનો જથ્થો પહોંચાડાયો છે. અને મધ્યાહન ભોજન યોજનાનો સ્ટાફ લોકો માટે રસોઈ બનાવશે.

    પાણીના તમામ સંપ ટેન્ક ભરી લેવાયા દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકયા બાદ પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે આજે સવારથી જ આ ગામોમાં મહિ યોજનાનું પાણી અવિરત ચાલુ રખાયું હતું. અને તમામ સંપત્તિ તથા ઓવરહેડ ટેન્ક ભરી લેવાયા હતા. જાફરાબાદમાં પૂર્વ સંસદીય સચિવને સ્ટેન્ડબાય રખાયા

    રાજુલા જાફરાબાદ પંથકના દરિયાકાંઠે પણ હાઇએલર્ટ આપી દેતા આજે પવનની સ્પીડ 15 જેટલી થતા જાફરાબાદ ફિશરીઝ વિભાગ દ્વારા બપોરે 2 નંબરનું સિગ્નલ લગાવી દીધું છે. અને દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરી જાણ કરી દેવામાં આવી છે. જો કે જાફરાબાદ દરિયા કિનારે પવનની સ્પીડ વધી છે. સાથે સાથે કેટલીક જગ્યાએ મોજા ઉછળી રહ્યા છે. સરકાર દ્વારા અહીના પુર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ હિરાભાઇ સોલંકીને પણ સ્ટેન્ડબાય રખાયા છે અને સ્થિતિને પહોંચી તેઓ જાફરાબાદ બંદરે દોડી ગયા હતા. અહી તેમણે માછીમારો અને સરપંચો સાથે પણ જરૂરી ચર્ચા કરી હતી અને વહિવટી તંત્ર સહિત લોકોને પણ જરૂરી સુચનો કર્યા હતા. તસવીર- કે.ડી.વરૂ

    પીપાવાવ પોર્ટ, ઉદ્યોગોમાં રાતથી જ કામગીરી બંધ
          રાજુલા અને જાફરાબાદના દરિયાકાંઠે પીપાવાવ પોર્ટ તથા અન્ય ખાનગી કંપનીઓ ધમધમી રહી છે. ત્યારે વાવાઝોડાની આગાહીને પગલે રાતથી જ આ તમામ ઉદ્યોગોમાં કામગીરી બંધ કરી દેવાઇ હતી. ઓછામાં ઓછા બે દિવસ સુધી અહીં તમામ કંપનીઓ પોતાનું કામકાજ બંધ રાખશે.દિવસ-રાત ધમધમતા પીપાવાવ પોર્ટમાં વાવાઝોડાની સ્થિતિના પગલે કામગીરી સંપૂર્ણ ઠપ્પ થઈ ગઈ છે. માત્ર પીપાવાવ પોર્ટમાં જ નહીં આસપાસના અન્ય ઉપયોગ ગૃહોમાં પણ રાતથી જ કામકાજ બંધ કરી દેવામાં આવ્યું હતું. કર્મચારીઓની સલામતીને ધ્યાને લઇ તંત્ર દ્વારા ઉદ્યોગગૃહોને રાતથી તેમની કામગીરી અટકાવી દેવા સૂચના આપવામાં આવી હતી. અહીં પીપાવાવ પોર્ટ ઉપરાંત રિલાયન્સ ડિફેન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની, નર્મદા સિમેન્ટ કંપની જેવી મહાકાય કંપનીઓ કામ કરી રહી છે. જ્યાં હજારો કામદારો કામ કરે છે આગામી બે દિવસ સુધી આ કંપનીઓ અને પોર્ટમાં કામકાજ ઠપ્પ રહેશે.

    વાવાઝોડામાં ઇમરજન્સીમા કોનો સંપર્ક કરશો ?

    ઓફિસ ફોન મોબાઇલ

    ડિઝાસ્ટર બ્રાંચ 02792-230735 8319460485

    પ્રાંત-અમરેલી 02792-222730 9825041243

    પ્રાંત- લાઠી 02793-251252 7567010029

    પ્રાંત-સાવરકુંડલા 02845-224200 7567010058

    પ્રાંત- ધારી 02797-225070 7567009902

    પ્રાંત-રાજુલા 02794-222001 7567010182

    પીજીવીસીએલ 02792-223836 9925234915

    કોસ્ટગાર્ડ 02794-221603 8779190164

    પોર્ટ ઓફિસર-જાફરાબાદ 02794-245165 9925153073

    મામલતદાર-રાજુલા 02794-222013 9998721750

    મામલતદાર-જાફરાબાદ 02794-245436 7567001141

    વાવાઝોડાની સ્થિતિની સાથે સાથે અમરેલી પંથકમા અવારનવાર વાદળો છવાયા અને તાપમાન ઘટયુ. એસટીના કર્મચારીઓની પણ રજા રદ કરાઇ. તંત્રએ 4 લાખ એસએમએસ મોકલી લોકોને સાવધ કર્યા. રાજુલા જાફરાબાદના તમામ મેઇન રોડ પર ચેકપોસ્ટ. લોકોના સ્થળાંતર માટે આઠ ટીમોની રચના. સ્થળાંતરીત લોકોના આશ્રય પર મેડિકલ ટીમો તૈનાત. દરિયાકાંઠામા વધુ છ એમ્બ્યુલન્સ ફાળવાઇ. ગામડામા પાણી ભરાય તો ઉલેચવા હેવી પંપ તૈયાર. ટેલીફોન કંપનીઓને ટાવર પર જનરેટર, ડિઝલ અને સ્ટાફ તૈનાત રાખવા સુચના. સગર્ભા મહિલાઓ માટે આરોગ્ય વિભાગના ખાસ તકેદારીના પગલા. વાવાઝોડાની સ્થિતિ પુર્ણ થયા બાદ જરૂર પડયે હેલિકોપ્ટરની પણ મદદ લેવાશે. ગ્રામ્ય વિસ્તારમા રીક્ષામા માઇક ફેરવી લોકોને સચેત કરાયા. કાચા મકાનના રહિશોને સલામત સ્થળે ચાલ્યા જવા તાકિદ. રાત્રે પણ શિયાળ બેટમા લોકોનુ સ્થળાંતર ચાલુ

    રાજુલા-જાફરાબાદમાં સર્વે માટે ટુકડીઓ બનાવાઇ

    વાવાઝોડાને પગલે ખાસ કરીને રાજુલા જાફરાબાદના દરિયાકાંઠે લોકોને સતર્ક રહેવા વહિવટી તંત્ર દ્વારા સુચનાઓ આપવામા આવી છે. અહી પ્રાંત અધિકારી દ્વારા 23 ગામોના લોકોને સાવચેત રહેવા સુચનાઓ અપાઇ હતી. રાજુલા પ્રાંત અધિકારી કે.એસ.ડાભીએ જણાવ્યું હતુ કે વાવાઝોડાને પગલે રાજુલા જાફરાબાદ પંથકના ગામોને એલર્ટ કરી દેવામા આવ્યા છે. કેટલાક ગામો અને કેટલાક રહેણાંક વિસ્તારમાથી સ્થળાંતર કરવાની ફરજ પડશે તો અહી સર્વેની કામગીરી માટે ટીમો પણ બનાવાઇ છે. રાજુલા જાફરાબાદ પંથકના દરિયાકાંઠે વહીવટી તંત્રની મામલતદાર ફિશરીઝ વિભાગ તંત્ર સહીતના કર્મચારી સહીત અધિકારીઓ ગામડે ગામડે પહોંચી સ્થિતિ સામે કેવી રીતે પહોંચી વળવું તેને લઇને સર્વે કરવાની કવાયત હાથ ધરી છે. અહી 23 ગામોમા એક ગામમા જુદાજુદા વિભાગના સાત કર્મચારીઓ તૈનાત રહેશે અને જરૂરી મદદ પુરી પાડશે. અહી 23 ગામોમા રીક્ષા મારફત લોકોને સાવચેત રહેવા સુચનાઓ આપી દેવામા આવી છે. જર્જરીત મકાન અને વૃક્ષ નીચે આશ્ર્ય ન લેવા તંત્રની સુચના. અગત્યનાં ટેલીફોન નંબર હાથવગા રાખવા

    વેરાવળથી દક્ષિણ પુર્વ દિશામા વાવાઝોડુ આકાર લઇ રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લામા પણ સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ વહિવટી તંત્ર સાબદુ બની ગયુ છે. અને લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે વાવાઝોડા પહેલા, દરમિયાન અને બાદમા કેવા પગલા લેવા તે માટે નાગરિકોને જરૂરી સુચનો આપવામા આવ્યા છે.

    અમરેલી જિલ્લાના નાગરિકોને તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે કે વાવાઝોડા પહેલા રહેઠાણની મજબુતીની ખાતરી કરી લેવી, સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહેવુ, રેડીયો સેટને ચાલુ હાલતમા રાખો, સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમા રહેવા પ્રયત્ન કરો, ઢોર ઢોંખરને ખુંટાથી છુટા કરી રાખો, માછીમારોએ દરિયામા જવુ નહી, અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવુ, આશ્રય લઇ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાન રાખો, સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડા અનેન પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો, અગત્યના ટેલીફોન નંબર હાથ વગા રાખો.

    આ ઉપરાંત વાવાઝોડા દરમિયાન જર્જરિત મકાન કે વૃક્ષ નીચે આશ્રમય ન લેવો, બહાર નીકળવાનુ સાહસ કરવુ નહી, રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી, વિજ પ્રવાહ તથા ગેસ કનેકશન બંધ કરી દેવા સલાહ આપવી. દરિયા નજીક કે ઝાડ કે વિજળીના થાંભલા પાસે ઉભા રહેવુ નહી, અફવા ફેલાવતી અટકાવો. આ ઉપરાંત વાવાઝોડા બાદ બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, કંટ્રોલરૂમ તથા અધિકારીઓની મદદ લેવી, અસરગ્રસ્તોની મદદ કરવી બચાવ કરવો, સલામત સ્થળે લઇ જવા, જરૂર પડે તબીબી સારવાર તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરવી, હવામાન ખાતા તરફથી મળતી આગાહીને અનુસરવુ વિગેરે બાબતે નાગરિકોને અનુરોધ કરાયો છે.

    એસટીની 60 બસો ઇમરજન્સી સ્થિતિ માટે સ્ટેન્ડબાય રખાઇ

    અમરેલી જિલ્લામા 19 હજારની વધુ લોકોને સ્થળાંતરીત કરવાના છે. આ ઉપરાંત ઇમરજન્સીના સંજોગોમા ગમે ત્યારે લોકોને ખસેડવા પડે તો તેના માટે એસટીની 60 બસો સ્ટેન્ડબાય રાખવામા આવી છે. ઉપરાંત ખાનગી કંપનીઓની 15 બસો પણ તંત્રએ કબજે લીધી છે. વાવાઝોડાની આગાહીને પગલે અમરેલી ડિવીઝનના એસટીના અનેક રૂટો કેન્સલ થઇ ગયા છે. કારણ કે જિલ્લા કલેકટરની સુચનાને પગલે એસટીની 60 બસોને રાજુલા જાફરાબાદ પંથકમા લોકોના સ્થળાંતર માટે ફાળવી દેવામા આવી છે. આ બસો ઇમરજન્સીના સંજોગોમા પણ લોકોને સ્થળાંતર માટે ઉપયોગમા લેવામા આવશે. જિલ્લા કલેકટરે જણાવ્યું હતુ કે જરૂર પડયે હજુ વધુ બસો ઉપયોગમા લેવાશે. આ ઉપરાંત ખાનગી ઉદ્યોગ ગૃહોની 15 બસોને પણ તંત્રએ કબજામા લઇ સ્ટેન્ડબાય રાખી છે. આમ, જિલ્લામાં વાવાઝોડાની સ્થિતીને પગલે ઇમરજન્સી સમયે 60 એસટી વિભાગની અને 15 ખાનગી બસો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply