Skip to main content
Settings Settings for Dark

મોટર વેહિકલ એક્ટ અંગે સીએમની અધ્યક્ષતામાં બેઠક

Live TV

X
  • મોટર વેહિકલ એકટ 2019ના નવા કાયદાનો અમલ તમામ મંત્રીઓએ અને સરકારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ફરજિયાત કરવાનો રહેશે.

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મંત્રી મંડળ બેઠક મળી હતી. જેમાં આગામી 16 સપ્ટેમ્બરથી અમલમાં આવી રહેલા મોટર વેહિકલ એકટ 2019ના નવા કાયદાનો અમલ તમામ મંત્રીઓએ અને સરકારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ફરજિયાત કરવાનો રહેશે. તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.એટલું જ નહીં નવા કાયદાનું ચુસ્ત પાલન કરવા માટે કડક સૂચના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજની કેબિનેટ બેઠકમાં આપવામાં આવી હતી.

    વાહન વ્યવહાર કેબિનેટ મંત્રી મુદ્દે આર સી ફળદુ એ જણાવ્યું હતું કે ભારત સરકારના વાહન વ્યવહાર મંત્રીએ માર્ગ અકસ્માતની ગંભીરતા લઈને મહત્વનો નિર્ણય કર્યો છે ત્યારે દેશના તમામ રાજ્યની સાથે ગુજરાત સરકારે પણ કેન્દ્રની ગાઈડલાઈન મુજબ નિયમ અમલ કરવા જઈ રહી છે. આ અગાઉ કેબિનેટમાં રાજ્યમાં વરસાદ અને જળાશયોની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply