Skip to main content
Settings Settings for Dark

રાજ્યના વિવિધ શહેરોમાં ઉત્તરાયણની હરખભેર ઉજવણી

Live TV

X
  • હવામાન વિભાગે આજે 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની વ્યક્ત કરી સંભાવના

    ગઈકાલે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા બાદ હવામાન વિભાગ તરફથી પતંગ રસિકો માટે રાહતના સમાચાર મળ્યા છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે વરસાદ નહીં રહે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. પરંતુ ઠંડીમાં વધારો થશે તો સાથે જ 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

    ત્યારે ગઈકાલે ઉત્તરાયણની આગલી રાતે અમદાવાદ શહેરના રાયપુર, કાલુપુર, દિલ્હી દરવાજા પતંગ બજારમાં પતંગ રસિકો ની ભારે ભીડ જોવા મળી.  વિવિધ પ્રકારના પતંગોની ખરીદી સાથે વિવિધ પ્રકારની ટોપી, ચશ્મા તેમજ માસ્ક ખરીદતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પતંગની દુકાનો આજે વહેલી સવારથી ખુલી ગઈ હતી. પતંગ રસીયાઓ આજે વહેલી સવારથી ધાબા-અગાશી પર ચઢીને પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply