Skip to main content
Settings Settings for Dark

વલસાડ જિલ્લાની 148 સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે સાયકો મેટ્રિક ટેસ્ટનું આયોજન 

Live TV

X
  • વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ અને મા ફાઉન્ડેશન બંનેના સંયુક્ત ઉપક્રમે ,વલસાડ જિલ્લાની 148 જેટલી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સાયકો મેટ્રિક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

    જેમાં બાળકોને તેમના વર્ગખંડમાં જ હાથમાં, રિમોટ આપી કેટલાક સવાલો પૂછવામાં આવે છે અને ગણતરીની સેકન્ડોમાં બાળકોએ આ સવાલોના જવાબ આપવાના રહે છે. જેથી બાળકોમાં રહેલી રસ-રુચિ અને યોગ્યતા ચકાસી શકાય છે. વિદ્યાર્થી તો જાણી શકે છે સાથે  તેમના વાલીઓને પણ જાણકારી મળે છે કે, તેમના પુત્ર કે પુત્રીમાં કયા અભ્યાસક્રમને લગતા રસ અને રુચિ કેળવાયેલા છે.

    વલસાડ જિલ્લાની 148 સ્કૂલોમાં હાલ પરીક્ષાઓનો દોર શરૂ થયો છે. જેમાં ધોરણ 10ના 14,310 વિદ્યાર્થી ધોરણ 12માં 10,446 વિદ્યાર્થી પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓની ત્રણ પ્રકારની ટેસ્ટ માટે વિવિધ પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમાં રુચિ પરીક્ષણ, વ્યક્તિગત પરીક્ષણ અને અભિયોગ્યતા પરીક્ષા, જે વિદ્યાર્થીઓમાં રહેલી, ક્ષમતા, કૌશલ્ય અને આવડત આ ત્રણ વસ્તુઓને પારખવા માટે આ પરીક્ષા ખૂબ જ મહત્વની બની રહે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply