Skip to main content
Settings Settings for Dark

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે હવામાન વિભાગે હળવા વરસાદની કરી આગાહી

Live TV

X
  • હવામાન વિભાગના અનુમાન અનુસાર દ.પશ્ચિમ મોનસુન સમયથી પાંચ દિવસ મોડુ એટલે કે 6 જૂને કેરળ પહોંચશે. જેથી ત્યાં વર્ષાઋતુની શરૂઆત થઈ જશે. ત્યારબાદ, તે ઉત્તર તરફ આગળ વધશે તેવું હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ.એમ.મોહાપાત્રાએ જણાવ્યુ હતુ.

    હવામાન વિભાગના અનુમાન અનુસાર દ.પશ્ચિમ મોનસુન સમયથી પાંચ દિવસ મોડુ એટલે કે 6 જૂને કેરળ પહોંચશે. જેથી ત્યાં વર્ષાઋતુની શરૂઆત થઈ જશે. ત્યારબાદ, તે ઉત્તર તરફ આગળ વધશે તેવું હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ.એમ.મોહાપાત્રાએ જણાવ્યુ હતુ. સામાન્ય રીતે મોનસુન કેરળ તટે પહેલી જૂને પહોચી જશે તેવી આશા સેવાતી હતી, જો કે આ વખતે મોનસુન કેરળ તટે થોડુ મોડું પહોંચશે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યુ છે કે, 18 અને 19 મે દરમિયાન અંદમાન સાગરના દક્ષિણ ભાગમાં નિકોબાર દ્વિપ અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર દક્ષિણ પશ્ચિમ મોનસુનના વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ થઈ રહી છે. 

    હવામાન વિભાગે જણાવ્યું છે ,કે ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે આગામી બે દિવસ વાતાવરણમાં પલટો આવવાથી બનાસકાંઠા, સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, તથી કચ્છમાં ,બે દિવસ દરમિયાન ,હળવોથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply