Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્રમાં ઉઠેલી ડી.એ.પી ખાતરમાં ઘટની ફરીયાદનો GSFCએ જવાબ આપ્યો

Live TV

X
  • ડી.એ.પી ખાતરમાં ઘટને લઈ , સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ઉઠેલી ફરિયાદો મામલે , GSFCએ કહ્યુ , કે GSFC 57 વર્ષ જૂની કંપની છે. આજ દીન સુધી , ખાતરમાં ઘટની ફરિયાદ આવી નથી. કંપની તમામ કામગીરી ખેડૂતલક્ષી કરે છે , અને કંપનીનો ઈરાદો ગેરરીતિ આચરવાનો હોઈ ન શકે. ખાતરમાં ઘટ ના મામલે , પત્રકાર પરિષદમા , GSFCના મેનેજીંગ ડિરેક્ટર સુજીત ગુલારીએ કહ્યું , કે ડી.એ.પી ખાતરની થેલીઓમાં , ભેજનું પ્રમાણ ઘટવાને કારણે વજન ઓછું હોઈ શકે. ફર્ટીલાઈઝર કંટ્રોલ ઓર્ડરના ધારાધોરણ મુજબ ,, ડી.એ.પી ખાતરમાં ,મહત્તમ 2.5 ટકા ભેજનું પ્રમાણ હોય છે. પરંતુ હવામાનમાં થતા ફેરફારથી , ખાતરના સ્થળાંતર દરમિયાન , ભેજ ઘટવાની શક્યતા હોય છે. આ ભેજ ઉડવાને કારણે જ, 50 કિલોની થેલીમાં , 100થી 150 ગ્રામ વજનનો ઘટાડો ,નોંધાયો છે. તેમણે ઉમેર્યું હતું , ક ેટેકનિકલ ખામીને કારણે , આ ઘટના બની છે. પરંતુ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને , તે માટે , 2 ઉચ્ચસ્તિય કમિટીની રચના કરવામાં આવી છે. જે એક સપ્તાહમાં , રિપોર્ટ તૈયાર કરશે. 

    જીએસએફસીના સરદાર ડીએપીની 50 કીલોની ગુણોમાં , વજન ઘટના રાજય વ્યાપી કથીત ભ્રષ્ટાચારને કારણે , તંત્રે ડીએપીનું વેચાણ , ત્વરિત બંધ કર્યુ છે. જીએસએફસીના ગોડાઉનોમાં વધેલી ગુણોને પાછી મોકલવામાં આવી રહી છે. ડીએપી ખેતી માટે , મહત્વનું પાયાનું ખાતર છે. ત્યાંના અધિકારીના જણાવ્યા મુજબ , તાપી જિલ્લો , જે ખેતી પર નિભૅર છે, ત્યાં ડીએપી ખાતરની ઘટ ના વર્તાય , તે માટેનો પૂરતો જથ્થો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું , કે તાપી જિલ્લામાં ઈફકો, કૃભકો, આઇપીએલ જેવી કંપનીઓ પાસે , ડીએપી નો

    જી.એસ.એફ.સીના ખાતરની થેલીમાં , ઘટનો મુદ્દો ગરમાઈ રહ્યો છે. જી.એસ.એફ.સી ના વડોદરા જિલ્લાના ખાતર વેચાણ કેન્દ્રો પર , કોંગ્રેસ દ્વારા જનતા રેડ પણ થઈ રહી છે. બીજી તરફ જી.એસ.એફ.સી દ્વારા , સમગ્ર કેસની તપાસ થઈ રહી છે. રાજ્યમાં આવેલ જી.એસ.એફ.સી ના 300 જેટલા વેચાણ કેન્દ્રો પર , ગુણીના વજનની તપાસ થઈ રહી છે. આ દરમિયાન જી.એસ.એફ.સી જન સંપર્ક અધિકારી , કે આર યાદવે જણાવ્યું હતું , કે મજૂરોની અછતને કારણે , આટલા મોટા જથ્થાનું વજન , ટુંકા સમય ગાળામાં સંભવ નથી. કોઈ અધિકારીની સંડાવણી હોય , તો તે તપાસને અંતે જ સામે આવી શકશે. તે પછી જ , તારણ સુધી પહોંચી શકાશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply