Skip to main content
Settings Settings for Dark

CM રૂપાણીએ તેરાપંથ ભવનનું ઉદ્દઘાટન કરી સમાજના લોકોને સંબોધ્યા 

Live TV

X
 • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં તેરાપંથ સમાજના રૂપિયા ૬ કરોડના ખર્ચે નવનિર્મિત તેરાપંથ ભવનનું, ઉદ્દઘાટન કરતાં સંબોધન કરી રહ્યા હતા. તેમણે જૈન સમાજના આચાર્ય ભિક્ષુકજી, તુલસીજીથી લઇને યુવા આચાર્ય મહાપ્રજ્ઞેયજીએ આધ્યાત્મિક ચેતના જગાવવાના જે યજ્ઞ આદર્યા છે, તેને આ ભવનની ગતિ-વિધિઓથી વેગ મળશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

  મુખ્યમંત્રીએ કહ્યું કે,ગુજરાત અહિંસા, સદાચાર અને જીવદયા, સૌને અભયદાન જેવા કાર્યક્રમોથી ભારતનું રોલ મોડેલ બન્યું છે. તેમણે ગુજરાતમાં અબોલ પશુ જીવો-પક્ષીઓની સારવાર, સુશ્રુષા માટે તમામ જિલ્લામાં કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ-૧૯૬ર, મકરસંક્રાંતિએ કરૂણા અભિયાન અન્વયે ઘાયલ પક્ષીઓને બચાવવાના પગલાંઓ દ્વારા જીવો અને જીવવા દો સાથે જીવાડોની પણ સંવેદના તેમની સરકારે દાખવી છે તેની છણાવટ કરી હતી.

  સાથે રાજ્યમાં પગપાળા વિચરણ કરતા જૈન સાધુ-સાધ્વીઓને માર્ગ અકસ્માતથી રક્ષણ આપવા પગદંડી માટેના, રપ૦ કિ.મી.ના કામો થયા છે. આ વર્ષે નવા રપ૦ કિ.મી.ના કામો વેગવાન બનાવવાની ભૂમિકા પણ શ્રી વિજયભાઇ રૂપાણીએ આપી હતી. 
   

X
 • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

  Forecast

  • 20-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 21-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 22-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 23-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 24-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 25-10-2019 Max Temp : °C Min Temp : °C
apply