Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર - ન્યુરોલોજિકલ ડીસઓર્ડર અને થેરાપ્યુટીકસ વિષય ઉપર ત્રિદિવસીય પરિષદ

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પરિષદનો કરાવ્યો પ્રારંભ

    નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અમદાવાદ દ્વારા ગિફ્ટ સિટી કલબ ગાંધીનગર ખાતે ગઈકાલે ત્રીદિવસીય ન્યુરોલોજિકલ ડીસઓર્ડર અને થેરાપ્યુટીકસ વિષય ઉપર આંતરરાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ થયો છે. આ સંમેલનનો પ્રારંભ કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ દીપ પગટાવીને કર્યો હતો. આંતરરાષ્ટ્રીય પરિષદમાં વિશ્વના 6 દેશોની સંસ્થાઓ જેમકે હાર્ડવર્ડ મેડિકલ સ્કુલ, જોન હોરીકન્સ ,મિલર સ્કુલ ઓફ મેડીસીન, હેલ્મ હોટ્સ રિસર્ચ સંસ્થાના નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. આ સાથે ભારત અને વિદેશના જાણીતા વૈજ્ઞાનિકો, પ્રોફેસરો અને ડોકટરો ભાગ લઈને ન્યુરોલોજીકલ વિષયો ઉપર પોતાના જ્ઞાન અને વિચારોનું આદાન પ્રદાન કરશે. ભારતમાં ચાલી રહેલા રિસર્ચ ઉપર આ આંતરરાષ્ટ્રીય પરિષદ ઉપયોગી થશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે જ્યારે આ કોન્ફરન્સનું આયોજન થયું છે ત્યારે ઘણા બધા વિષયો ઉપર ચર્ચા અને નવા સંશોધનો થવા જોઈએ જેથી તેનો લાભ દેશના નાગરિકોને મળી રહે. કેન્સર તથા એઈડ્સ જેવા ગંભીર રોગો સામે હજુ જોઈએ તેટલી અસરકારક દવાઓ નથી ત્યારે તેના માટે હજુ નવા સંશોધનો થવા જરૂરી છે, તેના પર પણ રીસર્ચ કરવા મંત્રી માંડવિયાએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલસ મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર ભારત સરકારના જોઇન્ટ સેક્રેટરી રજનીશ ટીંગલ ,નાઇપરના ચેરમેન ડોક્ટર કેતન પટેલ, ડાયરેટર પ્રો. કિરણ કાલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply