Skip to main content
Settings Settings for Dark

મહિસાગરના લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે બાળદર્દીઓ માટે કેમ્પનું કરાયું આયોજન

Live TV

X
  • લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મ જાત ફાટેલા હોઠ અને તાળવા સાથે જન્મેલા બાળકો માટે મફત સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ

    મહિસાગર જિલ્લાના  લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત RBSKની ટીમ અને લુણાવાડા સિવિલ હોસ્પિટલ ટીમ તેમજ વડોદરાથી કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલની ટીમ દ્વારા ફાટેલા હોઠ અને તાળવાના બાળદર્દીઓ માટે નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

    મહિસાગર જિલ્લાના લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મ જાત ફાટેલા હોઠ અને તાળવા સાથે જન્મેલા બાળકો માટે મફત સારવાર માટે કેમ્પનું  આયોજન કરવામાં આવ્યુ હતું. સાતસો બાળકે એક બાળક આ પ્રકારની બીમારીથી જન્મ લેતું હોય છે અને આવા બાળકના ફાટેલા હોઠ અને તાળવાના જન્મજાત બીમારીને દૂર કરવા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં સ્માઈલ ટ્રેન્ડ ઇન્ટરનેશનલ NGOના સહયોગથી ફાટેલા હોઠ અને તાડવાના મફત ઓપરેશન  થઈ રહ્યા છે. અને એમને આવવા-જવાનો ખર્ચ,  રહેવાનો ખર્ચ, ઓપરેશનનો ખર્ચ, અને દવાઓ બધું જ મફત પૂરું પાડવામાં આવે છે. ગુજરાતમાંથી અને મહીસાગર જિલ્લામાંથી આ બીમારી નાબૂદ કરવા અને કોઈ પણ બાળક ફાટેલા હોઠ અને તાળવા સાથે ન રહે અને એમના ચહેરા પર સ્મિત આવે તેવા અભિગમ સાથે  સ્માઇલ ટ્રેન્ડ દ્વારા કાર્યક્રમ ચલાવવામાં આવે છે અને તેના ભાગરૂપે આજે લુણાવાડા સિવિલની લોકલ ટીમ, RBSKની ટીમ, નોડલ ઓફિસર, આરોગ્ય અધિકારીના  સહયોગથી આ નિઃશુલ્ક  કેમ્પનું  આયોજન કરવામાં આવ્યું હતું જેમ 22 બાળ દર્દીઓ આવ્યા હતા અને આ બાળ દર્દીઓની તપાસ કરી હતી અને જેમાંના 16 બાળ દર્દીઓને ઓપરેશનની તારીખ આપવામાં આવી હતી

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply