Skip to main content
Settings Settings for Dark

મોડાસામાં લેપ યુરો ફિટ કોન્ફરન્સ વર્કશોપ, નિષ્ણાંત ડૉક્ટર્સ દ્વારા માર્ગદર્શન

Live TV

X
  • અરવલ્લી જિલ્લામાં સૌપ્રથમવાર લેપ યુરો ફિટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 250 કરતા વધારો તબીબો જોડાઈને લાઈવ ઓપરેશન થકી માહિતી મેળવી

    ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર લેપ યુરો ફિટ 2019 કોન્ફરન્સ મોડાસા ખાતે યોજાઈ ગઇ, જેમાં રાજ્યના બસો પચાસથી વધારો ડોક્ટર્સ જોડાયા હતા અને લાઈવ ઓપરેશન યોજી માર્ગદર્શન મેળવ્યુ હતું. અરવલ્લી જિલ્લો એ શિક્ષણ તેમજ આરોગ્ય નગરી છે ત્યારે આ પ્રકારની કોન્ફરન્સ સામાન્ય રીતે મેટ્રો સિટીમાં યોજાતી હોય છે. જો કે પ્રથમવાર યોજાયેલી લેપ યુરો ફિટ કોન્ફરન્સ સફળ સાબિત થઇ હતી. આ કોન્ફરન્સમાં આઠ જેટલા લાઈવ ઓપરેશન યોજવામાં આવ્યા હતા.  ઓડિયો વીડિયો કોન્ફરન્સ થકી નિષ્ણાંત ડોક્ટર દ્વારા સેમિનારમાં જોડાયેલા ડોક્ટર્સને જાણકારી આપવામાં આવી હતી.  લાઈવ વર્કશોપમાં લેપ્રોસ્કોપી તેમજ યુરોલોજી ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાં સારણગાંઠ, કિડનીની પથરી, પ્રોસ્ટેડના ઓપરેશન કરવામાં આવ્યા હતા. ગ્રામિણ વિસ્તારમાં યોજાયેલા આ પ્રકારના વર્કશોપથી આવનારા દિવસોમાં આરોગ્યલક્ષી સેવાઓ પરિવર્તન આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

    અંકિત ચૌહાણ
    અરવલ્લી

     

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply