Skip to main content
Settings Settings for Dark

મોડાસા ટાઉનહોલમાં રાજ્યકક્ષાના રક્તદાન દિવસની ઉજવણી : રક્તદાતાઓને સન્માનિત કરાયા

Live TV

X
 • અરવલ્લી જિલ્લામાં રાજ્ય કક્ષાનો રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવી

  અરવલ્લી જિલ્લામાં રાજ્ય કક્ષાનો રક્તદન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યાં રક્તદાતાઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહી રક્ત એકત્રિત કરતી સંસ્થા તેમજ સામાજિક આગેવાની કામગીરીને બિરદાવામાં આવી હતી. ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝનના સહયોહ તેમજ રામાણી બ્લડ બેંકના સહયોગથી લાયન્સ ક્લબ દ્વારા અભિવાદન સમારોહ આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમમાં ડીસ્ટ્રીકટ ગવર્નર લાયન દિપક ત્રિવેદી, જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, તત્ત્વ ઇન્સ્ટિટ્યૂટ ના જયદત્ત સિંહ પુવાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 

                     રાજ્યકક્ષાના રક્તદાન સમારોહમાં રાજ્યના શતાયું મતદાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર વતની અને વ્યવસાય વકીલાત કરતા સંજયભાઈએ અત્યારસુધીમાં એકસો ચોસઠવાર રક્તદાન કરીને સમાજ માટે એક સંદેશ આપ્યો છે. તેમનું માનવું છે કે, રક્તદાન કરવાથી સ્ફૂર્તિ મળે છે અને તેનાથી કોઇ જ આડ અસર થતી નથી. મહત્વનું છે કે, થેલેસેમિયાથી પીડિયા દર્દીઓને દર ત્રણ મહિને રક્તની જરૂરિયાત રહે છે તે માટે આવી સંસ્થાઓ દ્વારા રક્ત એકત્રિત કરીને થેલેસેમિયા ગ્રસ્ત લોકોને રક્ત પુરૂ પાડવાનું કાર્ય કરે છે.રાજ્ય કક્ષાના રક્તદાન દિવસ ઉજવણી સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન લાયન પ્રવીણ પરમાર, લાયન પરેશ શાહ, લાયન્સ મોડાસા પ્રમુખ લા.નવીન પટેલ,લાયન શક્તિના પ્રમુખ લા.વનિતા બને પટેલ , ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લીના પ્રમુખ ભરત પરમાર અને આઈ.એમ.એ મોડાસાના પ્રમુખ ર્ડો.અશોક ઇસરાનીએ ભારે જહેમત ઉઠાવી હતી. 

  અંકિત ચૌહાણ 

  અરવલ્લી 

   

X
 • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

  Forecast

  • 20-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 21-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 22-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 23-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 24-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 25-10-2019 Max Temp : °C Min Temp : °C
apply