Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય બાળ આરોગ્ય કાર્યક્રમ : આણંદના ૩૨ બાળકોની કાનની બહેરાશ કોક્લિયર ઇમ્પ્લાન્ટથી દૂર કરાઈ

Live TV

X
  • જિલ્લા આરોગ્ય વિભાગની અદભૂત કામગીરીથી બહેરાશની ખામી ધરાવતી બાળકીનું વિનામૂલ્યે થયુ ઓપરેશન

    રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય તપાસ દરમિયાન બહેરા-મૂંગાની ખામી ધરાવતા ૬ વર્ષ કરતાં નાની વયના આણંદ જિલ્લાના ૩૨ જેટલા બાળકોને કોક્લિયર ઇમ્પ્લાન્ટથી દૂર કરી અનેક પરિવારમાં ખુશીની સ્મિત લાવવામાં આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ સહાયભૂત બન્યું છે..બહેરાશ-મૂંગાપણાની  સમયસર સારવાર મળે તો અનેક બાળકોની જિંદગી બદલાઈ જાય છે.જો કે આ પ્રકારની સારવાર ઘણી જ ખર્ચાળ હોય છે જે સામાન્ય વર્ગ માટે અનેક મુશ્કેલ કામ છે. શાળા આંગણવાડીમાં જતા બાળકો માટે આરોગ્ય વિભાગ દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમનું છેલ્લા ઘણા સમયથી આયોજન થાય છે જેમાં આણંદ જીલ્લામાં કાનમાં બહેરાશ કે મૂંગાની ખામી ધરાવતા ૩૨ જેટલા બાળકોને વિનામૂલ્યે કોક્લિયર ઈમ્પ્લાન્ટની સારવાર આપવામાં આવી છે.આણંદના ગુજરાતી ચોક નજીક રહેતા  તસ્લીમાંબેન ઇરફાનભાઇ વોરાની અઢી વર્ષની દીકરી થઇ ત્યાં સુધી તેમને બાળકીના કાનમાં બહેરાશ-મૂંગાપણાની ખામી વિશે ખબર ન હતી પરંતુ આંગણવાડીમાં મૂક્યા બાદ શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં તેની બીમારી વિશે તેઓને જાણ થઈ અને આરોગ્ય વિભાગની ટીમે આ અંગે તેઓનો રૂબરૂ સંપર્ક કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું અને ગાંધીનગર ખાતે તેનું વિના મૂલ્યે કોક્લિયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન કરાવ્યું અને ઓપરેશન બાદ તે દિકરી આજે બોલતા અને સાંભળવામાં સક્ષમ બની છે. આઠથી દસ લાખના ખર્ચનો આ ઓપરેશન તદ્દન નિઃશુલ્ક થઈ જતા પરીવારજનોએ સરકારશ્રીનો અને જીલ્લા આરોગ્ય વિભાગનો આભાર માન્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply