Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં મોબાઇલથી દૂર રહેવા માટે વોકેથોનનું આયોજન કરાયું

Live TV

X
  • સોશિયલ મિડીયામા સતત એક્ટીવ રહેવાથી માનસિક તેમજ શારિરીક વિપરીત અસરો પડે છે તે વિષે માહિતી આપતા પોસ્ટરો પણ લગાડવામાં આવ્યા

    આજના આધુનિક સમયમાં મોબાઈલ માનવીનાં જીવનનું અવિભાજ્ય અંગ બની ગયો છે. ત્યારે મોબાઈલનો વધુ પડતો ઊપયોગ એક રેડ એલર્ટ સમાન છે તેથી લોકો મોબાઈલનો ઊપયોગ દિવસ દરમિયાન ઓછો કરે તે માટે વડોદરાના કમાટીબાગ ખાતે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યુ હતું. વોકેથોનમાં આર્ટ ઓફ લિવિંગના કાર્યકર્તાઓ તેમજ 100 જેટલા યુવાનો, યુવતીઓ અને વડીલો જોડાયા હતા. સોશિયલ મિડીયામા સતત એક્ટીવ રહેવાથી માનસિક તેમજ શારિરીક વિપરીત અસરો પડે છે તે અઁગે માહિતી આપતા પોસ્ટરો પણ લગાડવામાં આવ્યા હતા અને લોકોને આખા દિવસમાં એક ચોક્કસ સમય દરમિયાન મોબાઇલથી દૂર રહેવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી.

    મોબાઈલ માનવીનાં જીવનનું અવિભાજ્ય અંગ બની રહયો છે. અબાલ વૃદ્ધ સહુ કોઈની પાસે મોબાઇલ હાથવગો છે ત્યારે મોબાઈલના અતિશય વપરાશની સામે લાલબત્તી સમાન તેના અતિ ઉપયોગને ટાળવા માટે મોબાઈ સાથેની અતિવ્યસ્તતા ઓછી કરવા માટેની જાગૃતિ આવવા માટે આર્ટ ઓફ લિવિંગ હેપીનેસ કાર્યક્રમ અંતર્ગત  મોબાઈલ ડિટોક્સ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું જેમાં યુવાનો યુવતીઓ સહિત વડીલો પણ જોડાયા.

    મોબાઈલ ફોન અત્યારના સમયમાં દરેક જણા માટે  જરૂરિયાત બની ગયો છે.ભણેલા ,અભણ, નાના,તેમજ મોટા સહુ કોઈ માટે મોબાઈલ તેમની રોજ બરોજની ગતિવિધિ સાથે વણાઈ ગયો છે.જ્યારથી સ્માર્ટ ફોન હાથવગો થયો અને તેના થકી વિશ્વ સાથે જોડાઇ શકવાથી તનો ઉપયોગ સહુ કોઈ કરવા લાગ્યા.વિશેષ કરીને  બાળકો તેમજ યુવા વર્ગમાં મોબાઈલનું વળગણ એ એક સમસ્યા બનવા લાગી છે. મોબાઈલના રેડિએશન તરંગોથી માનવ શરીરને નુકસાન થતું હોવાનું બહાર આવ્યું છે.તેને લઇ ને તેના અતિ ઉપયોગને ટાળવા માટે વડોદરાના કમાટીબાગ ખાતે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું. વોકેથોનમાં આર્ટ ઓફ લિવિંગના કાર્યકર્તાઓ તેમજ 100 જેટલા યુવાનો, યુવતીઓ અને વડીલો જોડાયા. વર્ચ્યુલ વર્લ્ડ ની સાથે જોડાઈ રહેવા તેમજ સોશિયલ મીડિયામાં જોડાઈ રહેવાથી વિપરીત માનસિક અસર થાય છે. ત્યારે યોજાયેલ વોકેથોનમાં મોબાઈલથી થતી આડ અસરો તેમજ વિપરીત પરિણામો અંગેના સંદેશા અને માહિતી આપતા પોસ્ટરો અને પ્લે કાર્ડ દ્વારા મોબાઈલના ઉપયોગને જરીરીયાત પૂરતો સીમિત કરવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી.વોકેથોનમા ઉપસ્થિત યુવાનો યુવતીઓએ પ્લે કાર્ડ દ્વારા સવારે મોર્નિંગ વોક માટે આવતા લોકોને ને  આખા દિવસમાં  એક ચોક્કસ સમય મોબાઇલથી દૂર રહેવા માટેની જાગૃતિ ફેલાવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply