Submitted by gujaratdesk on
1.યુગાન્ડા યાત્રાના આજે બીજે દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુગાન્ડાની સંસદને કરશે સંબોધન - બંને દેશોએ ચાર સમજૂતિ કરાર પર કર્યાં હસ્તાક્ષર, ભારતે.યુગાન્ડાને અંદાજિત 20 કરોડ ડોલરની સહાય આપવાની કરી જાહેરાત.
2.સંસદમાં ભષ્ટ્રાચાર નિવારણ શંસોધન બિલ પસાર - લાંચ લેનાર અને આપનાર બંને વિરૂદ્ધ થશે સખ્ત કાર્યવાહી- કેન્દ્રિય મંત્રી જિતન્દ્રસિંહે જણાવ્યું કેન્દ્ર સરકારે ભષ્ટ્રાચાર સામે લડવા ઉઠાવ્યા છે અનેક કદમ
3.પાકિસ્તાનમાં આજે થઇ રહી છે સામાન્ય ચૂંટણી, ચૂંટણી પહેલા પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેમના પરિવારના લોકોની ઘરપકડ અને બલૂચ લોકોનો ચૂંટણીનો બહિષ્કારની અપીલ વચ્ચે થઇ રહી છે ચૂંટણી
4.માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા પદ્ધતિમાં શૈક્ષણિક વર્ષ 2018-19થી થશે ફેરફાર. સર્વગ્રાહી મૂલ્યાંકનના બદલે આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ અને વાર્ષિક પરીક્ષાના 80 ગુણ રહેશે. વિદ્યાર્થીઓના લેખન કૌશલ્યનો થશે વિકાસ.
5.ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓમાં લેખન, ગણન અને વાંચનમાં વૃદ્ધિ માટે રાજ્યના શિક્ષકોને મિશન વિદ્યા અભિયાનને મિશન મોડમાં ઉપાડી લેવા શિક્ષકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આહ્વાન.બાયસેગ સેટેલાઇટની મદદથી 22 હજાર કેન્દ્રો પર 70 હજાર શિક્ષકોને આપ્યું માર્ગદર્શન.
6.હવે વૉટ્સએપ પર જાણી શકાશે ટ્રેનના સમય, સ્થિતિ અને પીએનઆર સ્ટેટસ અને ઘણી વધુ વિગતો. ભારતીય રેલવેએ મેકમાયટ્રિપ સાથે જોડાણ કરતાં મળશે વધુ એક સુવિધા.