Skip to main content
Settings Settings for Dark

અઝહર મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં ચોથી વખત ચીને લગાવી રોક

Live TV

X
  • ચીને તેના વિટો પાવરનો ઉપયોગ કરી સંયુક્ત રાષ્ટ્રમાં આ માંગણીને રદ કરાવી છે. આ માંગણી કરનારના પક્ષમાં યુકે, યુએસ, ફ્રાન્સ અને જર્મની હતા.

    જૈશ-એ-મહોમ્મદના વડા અઝહર મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં ચોથી વખત ચીન આડું ફાટ્યું છે. ચીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા પર રોક લગાવી છે. તેથી આ માંગણી રદ થઈ છે. ચીને તેના વિટો પાવરનો ઉપયોગ કરી સંયુક્ત રાષ્ટ્રમાં આ માંગણીને રદ કરાવી છે. આ માંગણી કરનારના પક્ષમાં યુકે, યુએસ, ફ્રાન્સ અને જર્મની હતા. મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા માટે ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટન તરફથી પ્રસ્તાવ મૂકવામાં આપ્યો હતો. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના આ પગલાને નિરાશાજનક ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે ટ્વિટ કરી જણાવ્યું છે કે, જૈશ-એ-મહોમ્મદ જમ્મુ-કાશ્મીરમાં એક સક્રિય આતંકી સંગઠન છે. જેણે તાજેતરમાં પુલવામામાં થયેલ આતંકી હુમલાની જવાબદારી લીધી હતી. તેથી ચીનનો આતંકીને બચાવવાનો આ પ્રયત્ન વખોડવા લાયક છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply