Skip to main content
Settings Settings for Dark

અમેરિકાઃ ભીષણ આગથી 5 બાળકોના મોત

Live TV

X
  • આ દર્દનાક ઘટના રવિવારે રાતે પેન્સિલવેનિયાના શહેર એરીમાં બની હતી.

    અમેરિકાના પેન્સિલ્વેનિયામાં એક મોટી દુર્ઘટના બની છે. અહીંના એક ડે કેયર સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું. આ દુર્ઘટના રાતે પેન્સિલવેનિયાના ઝીલ શહેર એરીમાં બની હતી. એરીના ફાયરબ્રિગેડ વિભાગ અનુસાર એરીની 3 માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી. જે બાળકો આ આગની ઝપેટમાં આવ્યાં હતાં. તેની ઉંમર 8 મહિનાથી 7 વર્ષની છે.

    આ મૃતકમાં પાંચ બાળકોમાંથી ચાર ભાઈ-બહેન છે. એરીના મુખ્ય ફાયર બ્રિગેડ નિરિક્ષક જ્હોન વિડોમ્સ્કીએ પણ ઘટનાની પુષ્ટિ કરી છે. બાળકોના દર્દનાક મોત પછી સમગ્ર શહેરમાં ગમગીન વાતાવરણ છે. ડે કેયર સેન્ટરનો માલિક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. રવિવારે રાતે આ ભીષણ દુર્ઘટના બની હતી.

    ડે કેયર સેન્ટરમાં રાખવામાં આવેલો સામાન પણ બળીને ભડથું થયો હતો. આ ઘટનામાં 2 બાળકો ઈજાગ્રસ્ત પણ થયાં હતાં. જે આગની જ્વાળાઓથી બચવા માટે પહેલા માળેથી કૂદી ગયા હતાં. આ ઘટનાની જાણકારી પછી પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમે કહ્યું હતું કે જો સ્મોક ડિટેક્ટર હોત તો બાળકોને બચાવી શકાયા હોત. આગ કઈ રીતે લાગી એ પાછળનું કારણ ફાયરબ્રિગેડ શોધી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply