Skip to main content
Settings Settings for Dark

આર્ટીકલ 370 પર ભારતને મળ્યો રશિયાનો સાથ

Live TV

X
  • આર્ટીકલ 370 દૂર કરવાના ભારતના પગલાના સમર્થનમાં આવ્યું રશિયા

    જમ્મુ-કાશ્મીર પર ભારતના પગલાને આંતરરાષ્ટ્રીય સમર્થન મળી રહ્યું છે. રશિયા પણ હવે ભારતની પડખે આવીને ઉભું છે. રશિયાએ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે પુનર્ગઠિત કરવું એ ભારતીય સંવિધાન હેઠળ છે. આ ઉપરાંત રશિયાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે સામાન્ય સંબંધો થવાની આશા પણ દર્શાવી હતી.

    રશિયાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના દરજ્જામાં પરિવર્તન અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં તેનું વિભાજન ભારતીય બંધારણના મોડેલ હેઠળ જ કરવામાં આવ્યું છે. રશિયાએ આશા દર્શાવતા કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરના દરજ્જામાં પરિવર્તન થવાથી હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ નહીં વધે.

    રશિયાએ કહ્યું કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સામાન્ય થાય તેનું વારંવાર સમર્થન કરી રહ્યું છે. રશિયાએ આશા વ્યક્ત કરતાં કહ્યું કે બન્ને દેશ પરસ્પરના મતભેદ, રાજનૈતિક અને કૂટનૈતિક માધ્યમથી 1972ના શિમલા સમજૂતી અને 1999ના લાહોર ઘોષણા અનુસાર ઉકેલ લાવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
apply