Skip to main content
Settings Settings for Dark

ઇઝરાયલે સીરિયામાં આવેલા ઇરાનના કેમ્પ પર કર્યો હુમલો

Live TV

X
  • કોઇ જાનહાનિ થઇ હોવાના નથી મળ્યા અહેવાલ

    ઇઝરાયલે સીરિયામાં આવેલા ઇરાનના કેમ્પ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારે નુકસાનના સમાચાર છે જો કે કોઇ જાનહાનિ થઇ નથી. ઇઝરાયલે મિસાઇલ વડે સીરિયામાં હોમ્સ પ્રાંતમાં ટીફોર મુખ્ય હવાઇ મથક પર હુમલો કર્યો હતો. આ સાથે સીરિયાની સેનાએ જણાવ્યું હતું કે, સીરિયાની વાયુસેનાએ ઇઝરાયેલને વળતો જવાબ આપતાં જવાબી હુમલો કર્યો હતો અને આ હુમલાને નિષ્ફળ કરી દીધો હતો. આ હુમલામાં સીરીયોના કોઇપણ નાગરિકને નુકસાન નથી પહોંચ્યું, સીરિયા વાયુસેનાના સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ઇઝારાઇલે ટીફોર હવાઇ મથક પર મિસાઇલ છોડી હતી પરંતુ વાયુસેનાના જવાબી હુમલાના કારણે ઇઝરાયેલી મિસાઇલને તોડી પડાઇ હતી. નોંધનિય છે કે ઇઝરાયલ હાલ સીરિયામાં ઇરાન સમર્થિત સેનાને નિશાન બનાવી રહ્યું છે. ઇઝરાયલે જણાવ્યું કે, યુદ્ધ પ્રભાવિત સિરીયામાં ઇરાનની હાજરીને ખતમ કરવાનું તેનું લક્ષ્ય છે.    

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply