Skip to main content
Settings Settings for Dark

ઈઝરાયેલમાં ફરી થશે ચૂંટણી, નેતન્યાહૂ ગઠબંધન બનાવવામાં અસફળ

Live TV

X
  • ઇઝરાયેલમાં આજ સુધી કોઈપણ પક્ષને બહુમતી મળી નથી

    ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ ગઠબંધન સરકાર રચવામાં નિષ્ફળ રહેતા હવે ફરીથી ચૂંટણી થશે..ઈઝરાયેલી સાંસદોએ અભૂતપૂર્વ પગલુ ભરતા સંસદને ભંગ કરવાના પક્ષમાં મતદાન કર્યુ હતુ.હવે 17 સપ્ટેમ્બર બાદ સામાન્ય ચૂંટણી યોજાશે..ઇઝરાયેલમાં આ વર્ષે માર્ચ મહિનામાં થયેલી ચૂંટણીમાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની લિકુડ પાર્ટીને સૌથી વધારે બેઠકો મળી હતી. તેમ છતાં ગત છ સપ્તાહમાં તેઓ બીજા પક્ષો સાથે ગઠબંધન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. બુધવારે સાંસદોએ સરકાર બનાવવામાં વિલંબ થતા સંસદ ભંગ કરવાના પ્રસ્તાવને મંજૂર કરી દીધો હતો.જ્યાં સુધી હવે ચૂંટણી યોજાશે નહીં ત્યાં સુધી તેઓ વડા પ્રધાનપદ અને દેશની કમાન સંભાળશે. ઇઝરાયેલની ૧૨૦ બેઠકો વાળી સંસદમાં આજસુધી કોઈપણ પક્ષને બહુમત હાંસલ થયો નથી. જે પણ સરકાર સત્તા પર આવી એ ગઠબંધનની જ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply