Skip to main content
Settings Settings for Dark

કોરોનાની દહેશત: ચીનમાં 1355થી વધુના મોત, એક જ દિવસમાં 242નાં મૃત્યુ

Live TV

X
  • ચીનમાં કોરોના વાયરસની દહેશત હજુ પણ યથાવત્ છે..અત્યાર સુધી કોરોના વાયરસના કારણે ચીનમાં 1355થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે..તો કોરોના વાયરસના સંક્રમણના 14,840 નવા કેસ નોંધાયા છે..નવા કેસ બાદ કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો 48,206ના સ્તર પર પહોંચ્યો છે...માત્ર બુધવારના દિવસે જ કોરોનાના કારણે 242 લોકોના મોત થયા..જે અત્યાર સુધીનો સૌથી મોટો મૃત્યુઆંક છે...મહત્વનું છે કે અત્યાર સુધી 59 હજારથી વધુ લોકોને સારવાર મળી ચૂકી છે... 

    હુબેઈ પ્રાંતના અધિકારીએ કહ્યું કે સંક્રમણના કેસોની ગણતરી માટે એક નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે...આ નવી કાર્યપ્રણાલીની માહિતી હજુ સામે આવવાની બાકી છે..ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે બેઇજિંગમાં એક સંમલેનમાં કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણથી નોંધાતા કેસમાં 4થી 11 ફેબ્રુઆરી વચ્ચે 48.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે..

    તો કોરોનાની દહેશત વચ્ચે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય સમિતિએ હુબેઈ પ્રાંતના પાર્ટીના સચિવ જિયાંગ ચાઓલિયાંગને સસ્પેન્ડ કરી દીધા છે.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply