Skip to main content
Settings Settings for Dark

ચીન દ્વારા ઉત્પાદિત સામાન પર હાલ પૂરતો ટાળવામાં આવ્યો અમેરિકન આયાત દર

Live TV

X
  • રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે એક ઓક્ટોબરથી પ્રસ્તાવિત શુલ્કમાં પાંચ ટકાના વધારાને 2 અઠવાડિયા માટે ટાળવામાં આવ્યું છે.

    અમેરિકાએ સદ્ભાવના દાખવતા 250 અબજ ડોલરના ચીનના બનેલા સામાન પર આયાત દર વધારવાની પોતાની યોજના હાલ પૂરતી સ્થગિત કરી છે. એક ટ્વીટ સંદેશામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે એક ઓક્ટોબરથી પ્રસ્તાવિત શુલ્કમાં પાંચ ટકાના વધારાને 2 અઠવાડિયા માટે ટાળવામાં આવ્યું છે.

    અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની વસ્તુઓ પર આયાત ડ્યૂટી વધારવાના પ્રસ્તાવને 15 દિવસ માટે ટાળવાની જાહેરાત કરી છે. ચીનના 250 અબજ ડોલરના મૂલ્યના સામાનો પર વધેલા આયાત દરને 1 ઓક્ટોબરની બદલે હવે 15 ઓક્ટોબરના રોજ વધારવામાં આવશે. આ પગલું ચીનના નાયબ  પ્રધાનમંત્રી લ્યૂ હે કેના અનુરોધ પર ચીનના રાષ્ટ્રીય દિવસને જોતા ઉઠાવવામાં આવ્યું છે.

    આ ચીની વસ્તુઓ પર આયાત ડ્યૂટી 25 ટકા વધારીને 30 ટકા કરી છે. ચીનના નાયબ પ્રધાનમંત્રી વાર્તાલાપ માટે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં વોશિંગ્ટનની મુલાકાત લેશે. આ ન્યૂઝ પછી અમેરિકન વાયદા સ્ટોકમાં 0.5% કરતાં વધારે ઉછાળ જોવા મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply