Skip to main content
Settings Settings for Dark

નાસાએ ISROના ચંદ્રયાન-2 ની કરી પ્રંશસા, સાથે મળી કરવાની વ્યક્ત કરી ઇચ્છા

Live TV

X
  • અમેરિકાની સ્પેસ એજન્સી NASA એ, ISROના ઐતિહાસિક મિશન ચંદ્રયાન-2ની પ્રશંસા કરી છે. એટલું જ નહીં સૌરપ્રણાલી પર ભારત સાથે મળીને કામ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. 

    ઉલ્લેખનીય છે કે, ઈસરો દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનું સોફ્ટ લેન્ડિંગ યોજના મુજબ થઈ શક્યું ન હતું. લેન્ડર અંતિમ ક્ષણોમાં હતું, ત્યારે તેની સાથે સંપર્ક તૂટી ગયો હતો. જો કે ચંદ્રયાન-2નું ઓર્બિટર હજુ પણ સુરક્ષિત છે અને તે એકવર્ષ સુધી ચક્કર લગાવશે. 

    NASA તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે, કે અંતરિક્ષ કઠિન છે. ચંદ્રયાન-2ને ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર લેન્ડીંગ કરવાના ISROના પ્રયાસની અમે પ્રશંસા કરીએ છીએ. 
    આપે આપની આ યાત્રાથી, અમને પ્રેરણા આપી છે. ભવિષ્યમાં સૌરમંડળના અન્વેષ્ણમાં, અમે સાથે મળી કામ કરવા ઉત્સુક છીએ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply