Skip to main content
Settings Settings for Dark

નેધરલેંડઃ વિમાન હાઈજેક એલાર્મ દબાઈ જવાના કારણે એરપોર્ટ પર અફરાતફરી 

Live TV

X
  • નેધરલેંડના એમ્સ્ટરડમ એરપોર્ટ પર એક પાયલોટે ભૂલથી વિમાનનું હાઈજેક એલાર્મ બટન દબાવી દેતા, એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી.

    આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડચ પોલીસે સુરક્ષા અભિયાન ચલાવ્યું હતું. સ્પેનની એરલાઈન્સ કંપની એર યૂરોપાએ આ ઘટના માટે માફી પણ માંગી છે. આ વિમાન એમ્સ્ટરડમથી મૈડ્રિડ જઈ રહ્યું હતું, પરંતુ બટન દબાઈ જવાના કારણે ચારે તરફ આપાતકાલીન વાહનો આવીને ઉભા રહી ગયા હતા. 

    ડચ રૉયલ મિલિટ્રી પોલીસે પહેલા જણાવ્યું કે, તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને એક કલાક બાદ તમામ યાત્રીઓ સુરક્ષિત હોવાની ઘોષણા કરી હતી. વિમાનમાં 27 મુસાફરો હતા. આ એરપોર્ટ પર વર્ષે 7 કરોડ જેટલા યાત્રીઓની અવરજવર હોય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply