Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ SCO સભ્યો વચ્ચે છ ક્ષેત્રોમાં સહયોગ અને “હેલ્થ”નો મંત્ર આપ્યો

Live TV

X
  • પીએમ મોદીએ કહ્યું કે, બહુપક્ષીય વેપાર પ્રણાલીની જરૂર છે. અને જળવાયુ પરિવર્તનનો ઉકેલ લાવવા માટે ભારત પ્રતિબદ્ધ છે.

    કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં આયોજિત શાંઘાઈ શિખર સંમેલનના 19માં સંમેલનને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ SCO સભ્યો વચ્ચે છ ક્ષેત્રોમાં સહયોગ “હેલ્થ”નો મંત્ર આપ્યો. તેમણે તમામ સદસ્ય દેશોથી આરોગ્ય, અર્થવ્યવસ્થા, વૈકલ્પિક ઉર્જા, સાહિત્ય અને માનવસંવેદનાના મુદ્દે પરસ્પર સહકાર મજબૂત કરવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ સભાના સંબોધનમાં આતંકવાદ પર ભાર મૂકતા કહ્યું હતું કે, આતંકવાદનો સફાયો થવો જરુરી છે. સાથે જ તેમણએ આધુનિક સમયમાં કનેક્ટિવિટી ખૂબ જરૂરી હોવાનું જણાવતા કહ્યું કે, લોકોનો એકબીજા સાથે સંપર્ક હોવો જરૂરી છે. આ સમયે મોટી જાહેર કરતાં કહ્યું કે, ટૂંક સમયમાં ભારતની વેબસાઈટ ઉપર રશિયા ટૂરિઝમની માહિતી પણ આપવામાં આવશે. તે સિવાય અફઘાનિસ્તાનના લોકો સાથે કામ કરીને આગળ વધવા આહ્વાન કર્યું હતું. આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે, બહુપક્ષીય વેપાર પ્રણાલીની જરૂર છે અને જળવાયુ પરિવર્તનનો ઉકેલ લાવવા માટે ભારત પ્રતિબદ્ધ છે.

     પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ભારત-કિર્ગિસ્તાન વેપાર મંચનું સંયુક્ત ઉદ્ઘાટન કર્યુ હતુ અને આ મંચને સંબોધન કરતા તેમણે જણાવ્યુ કે, આ બિઝનસ ફોરમનું ઉદ્ઘાટન મહત્વનું છે. ભારત એક વિશાળ બજાર છે ત્યારે બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને વધારવું અમારુ લક્ષ્ય છે. ત્યારે દ્વિપક્ષિય વેપાર વધારવા માટે પંચવર્ષીય યોજનાઓ બનાવવામાં આવી છે.

    વિદેશ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી મોદીના SCO સંમેલન વિશે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી. જેમાં વિદેશ મંત્રાલયે આ સંમેલન માટે કિર્ગીસ્તાનનો આભાર માન્યો હતો. સાથે જ સંમેલનમાં 14 જેટલા નિર્ણયો પર હસ્તાક્ષર થયા છે, તે વિશે જાણકારી આપી હતી. જેમાં આરોગ્ય, પર્યાવરણ, રમત જેવા વિષયો સામેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply