Skip to main content
Settings Settings for Dark

2019નો જુન મહિનો રહ્યો યુરોપનો સોથી ગરમ મહિનો

Live TV

X
  • સહારાના રણ પરથી ફુંકાતા ગરમ પવનોએ યુરોપને બાનમાં લીધું હતું. જુનના અંતિમ અઠવાડિયે પેરીસમાં 45 ડિગ્રી તાપમાન હતું. તો અમેરીકાના ઠંડાગાર અલાસ્કામાં પણ હીટવેવની અસર વર્તાઈ છે.

    સામાન્ય રીતે આપણા ત્યાં વલણ છે. ગરમીના દિવસોમાં આપણે યુરોપ ફરવા જવાનું વિચારતા હોઈએ છીએ. પણ જો યુરોપમાં પણ ગુજરાતના મહાનગરો જેવી ગરમી અનુભવાય તો ! ? તાજેતરમાં સમગ્ર યુરોપ ગરમીનો પ્રકોર સહી રહ્યો છે. સમગ્ર યુરોપમાં 40 થી 45 ડિગ્રી ગરમી અનુભવાઈ રહી છે. યુરોપ માટે ગત જુન મહિનો સૌથી ગરમ મહિનો રહ્યો હતો. નોંધનીય છે કે, આ પહેલા 1977માં જુલાઈ માસમાં ગ્રીસના એથેન્સ શહેરમાં 48 ડિગ્રી ગરમી નોંધાયી હતી. ત્યારબાદ ફાંસમાં ગત શુક્રવારે 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તાપમાનમાં વધારાના કારણે ફ્રાંસની શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. ઉપરાંત ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેંક્રોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ ગ્લોબલ વોર્મીંગના કારણ ગરમી વધી રહી છે. તો બીજી તરફ WMOના પ્રવક્તા ક્લેયર નલિસના મતે યુરોપમાં ઉનાળો લાંબો અને ગરમ રહેશે. જેની પાછળનું મુખ્ય કારણ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં થયેલા વધારાને માનવામાં આવે છે. ગત પાંચ વર્ષમાં 2015 થી 2019 દરમિયાન 2019નો ઉનાળો સૌથી ગરમ રહ્યો છે. તો બીજી તરફ ઠંડુગાર ગણાતું અમેરીકાનું અલાસ્કાનું એન્કરેજ શહેર તેના ઈતીહાસના સૌથી ઉંચા તાપમાનનો રેકોર્ડ બનાવી ચુકયું છે.દુનિયાભરમાં વધી રહેલી હીટવેવની ઘટનાઓ ગ્લોબલ વોર્મિગ તરફ દિશા નિર્દેશ કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
apply