આજનો દિવસઃ આજે મણીપુર, મેઘાલય અને ત્રિપુરાનો 50મો સ્થાપના દિવસ
Live TV
-
ઈતિહાસમાં 21 જાન્યુઆરી ઘણી મોટી ઘટનાઓથી સજ્જ છે. આજે મણીપુર, મેઘાલય અને ત્રિપુરાનો 50મો સ્થાપના દિવસ છે. ભારતના ફેડરલ ઇતિહાસમાં આ દિવસનું મહત્વ એટલા માટે પણ છે કેમ કે, 21 જાન્યુઆરીએ આ ત્રણ રાજ્યનો ઉદય એક સાથે થયો. આજે પૂર્વોત્તર રાજ્ય મણીપુર, મેઘાલય, અને ત્રિપુરાને રાજ્ય બને 50 વર્ષ પુર્ણ થયા છે. પૂર્વોત્તર ક્ષેત્ર પુનર્ગઠન અધિનિયમ 1971 અનુસાર મણિપુર, મેઘાલય અને ત્રિપુરાને 21 જાન્યુઆરી 1972માં અલગ રાજ્યનો દરરજો આપવામાં આવ્યો હતો. આ પ્રસંગ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આ રાજ્યોના નાગરિકોને 50માં સ્થાપના દિવસને લઈ વર્ચ્યુઅલી સંબોઘન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રાજ્યોના નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધન કરતા કહ્યું કે, આપ સૌને 50માં સ્થાપના દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ અને આ 50 વર્ષમાં મણિપુર, ત્રિપુરા અને મેઘાલયના નાગરિકોએ મહેનતથી, તપથી, તપસ્યાથી વિકાસના નવા આયામો સર કર્યા છે. આ ત્રણ રાજ્યએ 50 વર્ષના સમયગાળામાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.
