Skip to main content
Settings Settings for Dark

કર્ણાટકઃ સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ધારાસભ્યો સ્પીકરને મળ્યા

Live TV

X
  • કર્ણાટકમાં ચાલી રહેલા રાજનીતિક સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં આજે બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોને કહ્યું છે કે, તે આજે સાંજે છ વાગે સ્પીકર સામે હાજર થાય. 

    આ નિર્ણયે 10 ધારાસભ્યો માટે છે જેમણે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોને કહ્યું કે, તે સ્પીકરને રાજીનામાને લઈને આદેશ જાહેર કરશે એટલે કે સાંજે, ધારાસભ્યોની સ્પિકર સાથેની મુલાકાત પછી રાજીનામા પર નિર્ણય લેવા પડશે. કાલે આ આદેશને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સુપ્રિમ કોર્ટે રાજ્યના D.J.P.ને કહ્યું છે કે તે ધારાસભ્યોને સુરક્ષા આપે. 

    કર્ણાટકમાં રાજનૈતિક ઉથલ-પાથલ ચાલી રહી છે. કોંગ્રેસના બે ધારાસભ્યો ,ડો.કે.સુધાકર અને શ્રી એમ. નાગરાજને સ્પીકરને મળી પોતાનું રાજીનામું સોંપ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં ગઠબંધન સરકારના 16 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. 

    આ રાજીનામા મંજૂર થશે તો ગઠબંધન સરકારની સંખ્યા વિધાનસભામાં 100 થઈ જશે. રાજ્યમાં 11થી 14 જુલાઈ સુધી બેંગ્લોર વિધાનસભામાં, કલમ 144 લગાડવામાં આવી છે. આ રાજીનામાના કારણે પહેલા જ સંકટમાં રહેલી કુમારસ્વામી સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે. 

    ભાજપ સતત માંગ કરી રહી છે કે ,મુખ્યમંત્રી રાજીનામુ આપે કારણ કે, તેમની સરકાર પાસે હવે બહુમત નથી. ભાજપે ,ધારાસભ્યો ના રાજીનામા અંગે ની કાર્યવાહી માં ,વિલંબ માટે, વિધાનસભા અધ્યક્ષ ના નિર્ણય પર ,વિરોધ દર્શાવ્યો છે. ભાજપ અધ્યક્ષ યેદિયુરપ્પાએ પાર્ટીના ધારાસભ્યો સાથે, વિધાનસભા બહાર ધરણા પણ કર્યા હતા. 

    ભાજપે આ મુદ્દા પર રાજ્યપાલને હસ્તક્ષેપ કરવાની પણ માગ કરી છે. તો બીજી તરફ કર્ણાટકના કોંગ્રેસ અને J.D.S.ના અસંતુષ્ટ ધારાસભ્યો સુપ્રિમ કોર્ટ પહોચ્યા છે. તેઓએ સ્પીકર ઉપર સંવૈધાનિક કર્તવ્ય છોડીને જાણી જોઇને રાજીનામાને મંજુરી આપવામાં મોડુ કરવાનો આરોપ લગાવીને સુપ્રિમ કોર્ટમાં ગયા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
apply